મોટા વરાછામાં સ્પાની આડમાં કૂટણખાનું ચલાવતી મહિલા સહિત 5ને અમરોલી પોલીસે પકડી પાડ્યા છે. મોટા વરાછા પનવેલ પોઇન્ટ ફીલિંગ સ્પામાં અમરોલી પોલીસના ડી સ્ટાફે મંગળવારે બપોરે ચેકિંગ કરતા સ્પાની આડમાં કૂટણખાનું ચાલતું હતું.
પોલીસે રેડ પાડી ત્યારે ત્યાંથી રોકડ, મોબાઇલ અને કોન્ડમ મળી 22750નો મુદામાલ કબજે કર્યો છે. પકડાયેલામાં મહિલા સંચાલક સપના પ્રવિણસીંગ રાજપુત (30)(રહે, શાંતિનીકેતન સોસા, નવાગામ), અને ગ્રાહકોમાં પ્રવીણ અશોક ઠાકુર(32)(રહે, ધીરજનગર, ગોડાદરા), પરિક્ષીત ઘનશ્યામ રાદડીયા (22) (રહે, સીટીકોર્નર એપાર્ટ, મોટા વરાછા), રાહુલ જગદીશ પટેલ (20) (રહે, સમર્થ પાર્ક સોસા, છાપરાભાઠા) અને સુરેશ ધીરજલાલ દવે (32) (રહે, અમરદીપ એપાર્ટ, વરાછા) છે. સ્પામાંથી બે મહિલાઓ પણ મળી આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.