તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:મારામારીમાં પકડાયેલી મહિલાએ પોલીસ સ્ટેશનમાં તોફાન મચાવ્યું, આરોપી વિરુદ્ધ સરકારી ફરજમાં રુકાવટનો ગુનો દાખલ

સુરત11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પોલીસે ખોટી ફરિયાદ દાખલ કરી હોવાનો મહિલાનો આક્ષેપ

મારામારીના ગુનામાં પકડાયેલી મહિલાની ધરપકડની કાર્યવાહી લિંબાયત પોલીસ સ્ટેશનમાં ચાલતી હતી દરમિયાન મહિલાએ પોલીસ પર પૈસા ખાઇને ખોટી ફરિયાદ કરવાનો આક્ષેપ કરીને પોતાનું માથું દિવાલને અફાડીને ભારે તોફાન મચાવ્યું હતું. બે દિવસ પહેલા નોંધાયેલા મારામારીના ગુનામાં લિંબાયત પોલીસે આરોપી અકિલ શબ્બીર મનીયાર અને તેની પત્ની શબનમ (રહે. રાવનગર ઝોપડપટ્ટી, ગોવિંદનગર, લિંબાયત)ની સોમવારે અટકાયત કરી હતી.

પોલીસ બંને આરોપીઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ આવી હતી. ધરપકડની કાર્યવાહી ચાલતી હતી ત્યારે પત્ની શબનમ પોલીસ પર આક્ષેપ કરતા કહેવા લાગી હતી કે, તમે પૈસા લઈને મારા વિરુદ્ધ ખોટી ફરિયાદ દાખલ કરી છે. એમ કહીને તેણીએ ટેબલ પર પડેલું લેપટોપ પછાડવાની કોશિશ કરી હતી. જોકે પોલીસે તેને પકડીને તેની પાસેથી લેપટોપ લઈ લીધું હતું. ત્યાર બાદ શબનમ દિવાલ અને બારી સાથે પોતાનું માથું અફાડીને જોરથી બૂમાબૂમ કરવા લાગી હતી. ત્યારબાદ મહિલા પોલીસે આવીને શબનમને પકડી હતી. શબનમ વિરુદ્ધ સરકારી ફરજમાં રૂકાટવનો બીજો ગુનો દાખલ કરાયો હતો.

અન્ય સમાચારો પણ છે...