સચિન જીઆઈડીસીમાં પતિએ પાકીટમાંથી 1500 રૂપીયા કાઢ્યા હોવાની શંકા વ્યકત કરતા પત્નીએ ફાંસો ખાઈ જીવન ટુંકાવી લીધું હતું. સચિન જીઆઈડીસી તિલક એવન્યમાં રહેતા યુપીના જોનપુરના વતની 30 વર્ષીય અંજલીબેન દુબેનો પતિ બ્રિજેશ સિક્યુરીટી ગાર્ડ છે.
રવિવારે પતિ બ્રિજેશના પાકિટમાંથી૩૫૦૦ માંથી રૂ.૧૫૦૦ ઓછા થતા બ્રિજેશે અંજલીબેનને રૂપિયા પરત આપવા માટે કહ્યું હતું. પરંતુ અંજલીબેને રૂપીયા ન કાઢ્યા હોવાનું જણાવ્યું હતું છતા પતિ બ્રિજેશે પાકીટમાં બચેલા રૂ.2 હજાર અંજલીબેનને આપી મકાનનું રૂ.3 હજાર ભાડુ ભરવા કહ્યું હતું.જેનું માઠુ લાગતા સોમવારે અંજલીબેને ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.
સચિન જીઆઈડીસી પોલીસની તપાસમાં પાકીટમાંથી ગુમ થયેલા રૂ.1500 બાબતે પતિએ શંકા વ્યકત કરતા માઠુ લાગી આવવાના કારણે આપઘાતનું પગલું ભર્યું હોવાનું સામે આવ્યું છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.