તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પત્નીની ફરિયાદ:સુરતમાં લગ્નના બે માસમાં જ પતિએ પત્નીને છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લીધા, પતિ બીજી પત્ની સાથે અમરોલીમાં જ રહેવા લાગ્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બિજવર પતિ લગ્નના બે મહિના બાદ વતન ગયો ને લગ્ન કરી પરત ફર્યો

સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં રહેતી યુવતીને પતિએ લગ્નના બે માસમાં જ છોડી અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી લેતા ફરિયાદ નોંધાવી છે. પતિ વતન જઈ અન્ય સ્ત્રી સાથે લગ્ન કરી સુરત પરત આવી અમરોલી વિસ્તારમાં જ રહેવા લાગ્યો હતો. પત્ની સંતાનો સાથે સમજાવવા જતા રાખવાની ના કહી ધક્કા મારીને કાઢી મૂક્યા હતા.

વતનમાં હોટલ ખોલવાના બહાને છોડીને પતિ જતો રહ્યો
ગોડાદરા વિસ્તારમાં રહેતી 38 વર્ષીય કાજલ(નામ બદલ્યું છે)એ ફરિયાદમાં નોંધાવ્યું છે કે, પહેલા પતિના અવસાન બાદ બીજા લગ્ન બે વર્ષ પહેલા અમરોલીમાં રહેતા અમરનાથ ઉમાકાંત સીંગ સાથે વડોદરા કોર્ટમાં કર્યા હતા. પહેલા પતિથી બે દીકરી અને દીકરો છે. લગ્ન બાદ પતિ અમરનાથ બે મહિના જેટલા સમય રહ્યા બાદ ગામમાં હોટલ ખોલવાની હોવાનું કહી વતન બિહાર જતો રહ્યો હતો. ત્યારબાદ કાજલની જાણ બહાર અમરનાથે અન્ય સ્ત્રી સાથે વતનમાં લગ્ન કરી લીધા હતા. અમરનાથ હાલ બીજી પત્ની સાથે અમરોલીમાં રહે છે.

તિએ ગંદીગાળો અને તમાચા મારી ધક્કો મારી કાઢી મૂક્યા
પતિ બીજી પત્ની સાથે રહેતા હોય, પત્નીને રાખવાની ના કહતો અને ઘરખર્ચના રૂપિયા પણ આપતો ન હતો. જેથી પત્ની કાજલ 22 નવેમ્બરના રોજ સંતાનો સાથે પતિને સમજાવવા ગઈ હતી. જોકે, પતિએ ગંદીગાળો અને તમાચા મારી ધક્કો મારી કાઢી મૂક્યા હતા. જેથી પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

વધુ વાંચો