તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Within A Month Of RT PCR Being Made Mandatory At The Airport, 53,000 Passengers Were Dropped, With 598 Flights Flying Against 1,015.

ભાસ્કર વિશેષ:એરપોર્ટ પર RT-PCR ફરજિયાત કરાતા એક મહિનામાં જ 53 હજાર મુસાફરો ઘટ્યા, 1015ની સામે 598 ફ્લાઈટે ઉડાન ભરી

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કોરોનામાં એરલાઈન્સ કંપનીઓનો ઓપરેટીંગ ખર્ચ પણ ન નીકળતા 417 ફ્લાઈટ રદ

કોરોના કેરને પગલે એક જ માસમાં સુરત એરપોર્ટ પર મુસાફરોની સંખ્યા 96 હજારથી 43 હજાર પર પહોંચી છે. જેથી એપ્રિલમાં 417 ફ્લાઇટની અવર જવર ઘટી છે. માર્ચ-2020ની જેમ જ માર્ચ-2021થી સુરત સહિત આખા દેશમાં કોરોનાના કેસની સંખ્યામાં વધારો થતા એરપોર્ટ પર આરટી-પીસીઆર ફરજિયાત કરાયું છે. જેને કારણે મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. સુરત એરપોર્ટના એરલાઇન્સના અધિકારી કહે છે કે, ઉનાળા વેકેશનમાં શહેરીજનો હરવા ફરવા માટે જતા હોય છે. જેને પગલે એરલાઇન્સો એક પછી એક નવી નવી ફ્લાઇટ શરૂ કરતી હોય છે.

એરપોર્ટ પર કયા મહિનામાં કેટલા પેસેન્જરોની અવર જવર નોંધાઈ

મહિનોપેસેન્જરો
મે-20201,616
જૂન9,343
જૂલાઈ8,858
ઓગસ્ટ18,792
સપ્ટેમ્બર44,841
ઓક્ટોબર57,642
નવેમ્બર67,952
ડિસેમ્બર74,415
જાન્યુ.-2187,227
ફેબ્રુઆરી96,949
માર્ચ96,086
એપ્રિલ48,089

​​​​​​પણ આ વખતે કોરોના વિકરાળ બનતા મુસાફરોની સંખ્યામાં ઘટાડો થયો છે. જેથી નવી ફ્લાઇટ શરૂ કરવી તો દૂર પણ રેગ્યુલર ફ્લાઇટો પણ રદ કરવાની ફરજ પડી છે. ફ્લાઇટોમાં માત્ર 30થી 35% મુસાફરો મળતા એરલાઇન્સનો ઓપરેટિંગનો ખર્ચ પણ નીકળતો ન હોવાથી ફ્લાઇટોને રદ કરવી પડે છે. એરપોર્ટ ડિરેક્ટર અમન સૈની કહે છે કે, એપ્રિલ મહિનામાં એરપોર્ટથી 43,089 પેસેન્જરોની અવર જવર નોંધાઈ છે. જેમાં 21,925 પેસેન્જરો એરપોર્ટ પર આવ્યા અને ગયા હતા તેમજ 299 ફ્લાઇટનો ટ્રાફિક આવ્યો હતો. એટલે કે 598 ફ્લાઇટ ઓપરેટ થઈ છે. માર્ચમાં 96,086 પેસેન્જરોની અને 1015 ફ્લાઇટોની અવર જવર નોંધાઈ હતી.

સાયપ્રસથી ગુજરાતી ડોક્ટરે માતા-પિતાને લેવા ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલી
સાયપ્રસથી ગુજરાતી ડોક્ટરે માતા પિતાને લાવવા માટે સુરત એરપોર્ટ પર ચાર્ટર્ડ ફ્લાઇટ મોકલી હતી. સુરત એરપોર્ટના અધિકારીએ કહ્યુંં કે, સાયપ્રસના લાર્નાકા ઇન્ટરનેશનલ એરપોર્ટથી ચાર્ટર્ડ ફ્લાઇટ સુરત સવારે 9ઃ05 કલાક લેન્ડ થઈ અને દોઢ કલાક રોકાય હતી. જેમાં બે પેસેન્જર સવિતા પટેલ અને રણછોડ પટેલ હતા અને તે લાર્નાકા ઇન્ટરનેશનલ એરપોર્ટ ગયા હતા. જેમની સાથેની પ્રાથમિક વાતમાં જણાયું કે, તેમનો પુત્ર ડોક્ટર છે. કોરોનાને કારણે પેસેન્જર ફ્લાઇટો બંધ હોવાથી પુત્રએ તેમને લેવા માટે ફ્લાઇટ મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...