• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Within 24 Hours The Night Mercury Dropped By 4 Degrees, The Day By 5 Degrees, The Cold Will Increase In 3 Days, The Minimum Temperature Can Reach 12 Degrees.

ઉત્તરમાં થતી બરફ વર્ષાની અસર:24 કલાકમાં જ રાત્રિનો પારો 4, દિવસનો 5 ડિગ્રી ગગડ્યો, 3 દિવસમાં ઠંડી વધશે, લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી થઈ શકે

સુરત7 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લઘુતમ તાપમાન 17.2 ડિગ્રી, મહત્તમ 23.1 રહેતાં દિવસભર ગુલાબી ઠંડી, પવનની ગતિ ઘટીને 7 કિમી પ્રતિ કલાક થતાં રાહત
  • સવારે ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 32 ટકા થઈ ગયું, દિવસે પણ લોકોને સ્વેટર પહેરવા પડ્યાં

રવિવારે શહેરમાં ધુમ્મસભર્યું અને આંશિક વાદળછાયું વાતાવરણ વચ્ચે 24 કલાકમાં રાત્રિના તાપમાનમાં 4 ડિગ્રી અને દિવસના તાપમાનમાં 5 ડિગ્રીનો નોંધપાત્ર ઘટાડો થયો છે. ગઇકાલની સરખામણીમાં ભારે પવનોની ગતિ મંદ પડતાની સાથે જ શહેરમાં ઠંડક વધી છે. જેથી 24 કલાકમાં ઠંડીનો પારો 4 ડિગ્રી ગગડી ગયો છે. આગામી 3 દિવસ શહેરમાં કાતિલ ઠંડી પડશે. જેમાં પારો વધુ 2થી 3 ડિગ્રી ગગડવાની શક્યતા છે. રવિવારે દિવસભર ધુમ્મસભર્યા વાતાવરણ વચ્ચે ઠંડી અનુભવાઇ હતી. લોકોએ સવારથી ગરમવસ્ત્રો પહેરવાની ફરજ પડી હતી.

હવામાન વિભાગના જણાવ્યાનુસાર રવિવારે શહેરનું મહત્તમ તાપમાન 23.1 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 17.2 ડિગ્રી નોંધાયું હતું. વાતાવરણમાં સવારે ભેજનું પ્રમાણ 66 ટકા અને સાંજે 32 ટકા રહ્યું હતું. ઉત્તર-પશ્ચિમ દિશાથી 7 કિ.મીની ગતિએ પવનો ફૂંકાયા હતા.

આગામી 5 દિવસનું ફોરકાસ્ટ

તારીખલઘુત્તમમહત્તમ
24 જાન્યુ1325
25 જાન્યુ1226
26 જાન્યુ1327
27 જાન્યુ1329
28 જાન્યુ1428

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ વિખેરાતાં ઉત્તરના ઠંડા પવનો ધ્રુજાવશે
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સિસ્ટમ વિખેરાતા ઉત્તર પૂર્વ દિશાથી ફૂકાતા બર્ફિલા પવનોનું જોર વધશે. હાલમાં ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં હિમવર્ષા શરૂ થઈ છે. જેથી ઉત્તરથી બર્ફિલા પવનો ફૂકાશે. શહેર માં રવિવારે પારો 17 ડિગ્રી નોંધાયો હતો. જો કે 3 દિવસમાં પારો 12થી 13 ડિગ્રી સુધી ઉતરવાનું અનુમાન છે. રવિવારે મોડી સાંજથી ઠંડા પવનોની ગતિ વધી હતી. વીક એન્ડ હોવા છતાં ઠંડીને લઇ રસ્તા સૂમસામ ભાસતા હતા. કાલે રાત્રિનાં તાપમાનમાં 2થી 4 ડિગ્રી સુધી ઘટાડો થઈ શકે છે. 28 જાન્યુઆરી બાદ ઠંડી નું પ્રમાણ ક્રમશ ઘટશે. ત્યાર પછી ઠંડી સામાન્ય રહેવાનું અનુમાન છે.

જાન્યુઆરીના 5 વર્ષની સૌથી વધુ ઠંડીના આંકડા
જાન્યુઆરીના 5 વર્ષની સૌથી વધુ ઠંડીના આંકડા

12મીએ 11.4 ડિગ્રી સાથે 7 વર્ષની રેકોર્ડબ્રેક ઠંડી હતી
આ સિઝનમાં 12 જાન્યુઆરીએ શહેરમાં સૌથી વધુ 11.4 ડિગ્રી ઠંડી નોંધાઇ હતી. જે જાન્યુઆરી માટે છેલ્લા 7 વર્ષનો રેકોર્ડ હતો. હવામાન વિભાગે આગામી 28મી સુધી ઠંડી વધવાની આગાહી કરી છે ત્યારે ફરી એકવાર ફુલ ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકે છે.

અન્ય સમાચારો પણ છે...