જવાબદારોની વધુ એક બેદરકારી:સ્મીમેરની 2 જ દિવસમાં ‘ગજબની’ સાયન્ટિફિક તપાસ કલેક્ટરને રિપોર્ટ કર્યો, ‘ICUનું તાપમાન અનુરૂપ જ હતું’

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
11 જૂને પહેલી ફરિયાદ કરવામાં આવી હતી - Divya Bhaskar
11 જૂને પહેલી ફરિયાદ કરવામાં આવી હતી
  • બબ્બે મહિના AC બંધ રાખનારા જવાબદારોની વધુ એક બેદરકારી

સ્મીમેરના પિડિયાટ્રિક ICUમાં બગડેલા AC 2 મહિના સુધી રિપેર ન કરનારા જવાબદારોએ ‘દિવ્ય ભાસ્કર’ના અહેવાલ બાદ તાત્કાલિક રિપેરિંગ પૂર્ણ કર્યું હતું. જોકે વારંવાર સરકારી ચોપડામાં `AC કૂલિંગ આવતું ન હોવાની` નોંધ બાદ પણ તાકીદ લેવામાં લાપરવાહ રહેલાં જવાબદારોને માત્ર શોકોઝ નોટિસ ફટકારી સંતોષ માન્યો હોય તેમ હજુ પણ કોઇ દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવી નથી.

ત્યાં PICUના AC બંધ હોવાના ચોક્કસ ગાળા દરમ્યાન સારવાર હેઠળ બાળકોના મોતના આંકડા અગાઉના 2 મહિનામાં જ્યારે AC કાર્યરત હતાં તે ગાળાની તુલનાએ વધ્યા હોવાની સંભાવનાઓ સાથે 3 ઓગસ્ટે ભાસ્કરમાં એક અહેવાલ રજૂ કરાયો હતો. આ મુદ્દે ઇન્ચાર્જ મેડિકલ સુપ્રિટેન્ડેન્ટે ડેથ રેસિયોની તુલના પર સાયન્ટિફિક તપાસ કરાવવાનો દાવો પણ કર્યો હતો. જોકે આ કહેવાતી સાયન્ટિફિક તપાસ માત્ર 2 દિવસમાં જ પુરી કરી 5 ઓગસ્ટે કલેક્ટરને રિપોર્ટ પણ કરી દેવાયો છે.

ભાસ્કર પાસે બારી-બારણા ખુલ્લા રાખી સારવાર અપાતી હોવાનો વીડિયો છે
કલેક્ટરને આપેલા રિપોર્ટમાં `ACની મરામત ચાલુ હતી અને કૂલિંગ ઓછું હતું તેવું લખ્યું છે સાથે PICUનું તાપમાન નિર્દેશિતને અનુરૂપ હતું તેવું પણ લખ્યું છે. ભાસ્કર પાસે બારી-બારણા ખુલ્લા હોવાનો વીડિયો પણ છે. ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે બારીબારણા ખોલી પંખા ચાલુ કરાયા તે કેમ ન જણાવ્યું? તે સમયે PICUનું વાતાવરણ અનુરૂપ કેવી રીતે હોય શકે તે યક્ષપ્રશ્ન છે.

એસી અંગેની ફરિયાદો ચોપડામાં નોંધાઈ છે
PICUના AC 11મી અને 20મી જુલાઇએ બંધ હોવાની ફરિયાદ સરકારી ચોપડામાં ખુદ સ્ટાફે નોંધ કરી છે. શું ઇન્ચાર્જ સુપ્રિટેન્ડેન્ટે ગયા વર્ષના ડેટા સાથે હાલના ડેટા સરખાવી તપાસ પુરી કરી? રિપોર્ટમાં ફ્યુમિકેશન પણ કરાતું હોવાનું જણાવ્યું છે, પણ ક્યારે તે નહીં.

અન્ય સમાચારો પણ છે...