તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંગ:‘કોરોનામાં 12% ટ્યુશન ફી માફીનો નિર્ણય પરત ખેંચો’

સુરત23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શુક્રવારે સિન્ડિકેટમાં ફીનો મુદ્દો ચર્ચાશે

વીર નર્મદ યુનિવર્સિટીમાં શુક્રવારે સિન્ડિકેટની બેઠક મળનાર છે. જેમાં સાઉથ ગુજરાત સેલ્ફ ફાયનાન્સ કોલેજ મેનેજમેન્ટ એસોસિએશનનું આવેદન પત્ર મૂકાયું છે. જેમાં લખાયું છે કે, છેલ્લા 5 વર્ષથી ફીમાં વધારો કરાયો નથી અને હવે કોરોનામાં 12% ટ્યુશન ફી માફ કરાય તો તેને કારણે કોલેજ ચલાવવામાં આર્થિક મુશ્કેલી અનુભવાઇ રહી છે.

એસો.ના પ્રમુખ ચંદ્રકાંત જરીવાલા અને ઉપપ્રમુખ મહેન્દ્ર પટેલે આવેદનપત્રમાં જણાવ્યું કે, યુનિ.એ 12% ટ્યુશન ફી માફી આપવાનો જે ઠરાવ કર્યો છે. તેનો વિરોધ કરીએ છે. ફીની રકમ નક્કી કરવાનો અધિકાર જે તે સંસ્થાનો છે. કોલેજે વિદ્યાર્થી દીઠ શૈક્ષણિક પડતર કિંમત વત્તા 15% ભવિષ્યના વિકાસ ખર્ચ ધ્યાને રાખી નક્કી કરવાનો રહે છે.

વર્ષ છેલ્લા 5 વર્ષથી યુનિ.એ ફીમાં કોઈ જ વધારો કર્યો નથી. દર વર્ષે કર્મીઓને 3% પગાર વધારો વત્તા વર્ષમાં બે વખત મોંઘવારી ભથ્થાનો વધારો જે અંદાજે 12% જેટલો થાય છે અને તેની ગણતરી કરાય તો કોસ્ટ એજ્યુકેશન વધતા ખોટ અકલ્પનીય છે. ખાનગી કોલેજોની બેઠક પણ 100થી ઘટાડીને 60 કરી દેવાઇ છે. જેથી તે પણ ખર્ચ વધ્યો છે.

યુજીસીની ગાઇડલાઇન મુજબ કર્મીઓને ગ્રેજ્યુઇટી સહિતના લાભો અપાય છે. જે પછી કોરોના મહામારીને જોતા જે 12% ટ્યુશન ફી માફીનો નિર્ણય કરાયો છે તે ખોટો છે. જેને કારણે કોલેજો ચલવવામાં મુશ્કેલી પડતા નિર્ણય પરત ખેચવાની માંગ છે.સેનેટ સભ્ય કનુ ભરવાડે ફીની એક જ રસીદ આપવા માંગ કરી છે. જેથી વિદ્યાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળી શકે અને આઈટીમાં ટ્યુશન ફી બાદ મળશે.

અન્ય સમાચારો પણ છે...