માઠા સમાચાર:સુપ્રીમના આદેશથી સુરતના કાપડ-હીરા ઉદ્યોગને 400 કરોડનું રિફંડ નહીં મળે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર
  • ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં ઇનપુટ ક્રેડિટ મામલે હાઇકોર્ટનો હુકમ બદલાયો

સુરત શહેરના પાયાના બે ઉદ્યોગો કે જે જીએસટીના ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચરમાં આવે છે તેના માટે માઠા સમાચાર છે. સુપ્રીમ કોર્ટે અગાઉના હાઇકોર્ટના આદેશને બદલી હુકમ કર્યો હતો કે આ ડયૂટી સ્ટ્રકચરમાં ઇનપુટ સર્વિસની ક્રેડિટ આપવામાં આવશે નહીં.

આ આદેશના લીધે સુરતના ઉદ્યોગોને અંદાજે રૂપિયા 400 કરોડનો ફટકો પડ્યો છે. અગાઉથી જ શહેરના હજારો ઉદ્યોગકારોના રૂપિયા 700 કરોડ આઇટીસ (ઇનપુટ ટેક્સ ક્રેડિટ) રૂપે જામ થઈ ગયા છે. એક રીતે જીએસટી સ્ટ્રુકચરે ઉદ્યોગકારોની હાલત કફોડી કરી નાંખી છે.

શું છે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર, સમગ્ર ઇશ્યુને આ રીતે સમજો
સી.એ. અવિનાશ પોદ્દાર કે જેઓએ આ સમગ્ર મામલે હાઇકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાંં સાઉથ ગુજરાત પ્રોસેસર્સ એસોસિશન વતી દલીલ કરી હતી તેઓએ જણાવ્યુ કે ઇન્વર્ટેડ ડયૂટી સ્ટ્રકચર એટલે એવી વ્યાપારી વ્યવસ્થા કે જ્યાં માલ ખરીદતી અને વેચતી વખતે એક જ કોમોટિડમાં જીએસટીનો દર બદલાઈ જાય. જેમને યાર્નમાં છે. જેમકે યાર્ન પર 12 ટકા અને કાપડ પર પાંચ ટકા છે. કાપડના કેસમાં એવુ છે કે વેપારી જ્યારે માલ ખરીદી ત્યારે વધુ ડયૂટી અને વેચે ત્યારે ઓછી. આ સ્થિતિમાં ક્રેડિટ જામ થઈ જાય છે. જે મળતી ન હોય કોર્ટનું શરણું લેવાયુ હતુ. જેમાં હાઇકોર્ટે રિફંડ આપવું જોઇએ એવો ચુકાદો આપ્યો હતો.

હવે લાર્જર બેન્ચમાં જઇ શકે
સમગ્ર ઇશ્યુ ત્યારે ગુંચવાયો જ્યારે મદ્રાસ હાઇકોર્ટે ગુજરાત હાઇકોર્ટના આદેશની વિપરિત ચુકાદો આપ્યો જેમાં સર્વિસ પરની ક્રેડિટ આપવાથી ઇન્કાર કરી દીધો હતો. આથી સમગ્ર મામલો સુપ્રીમમાં પહોંચ્યો હતો. હવે જાણકારો કહે છે કે સુપ્રીમના આદેશ બાદ મામલો લાર્જર બેન્ચ કે રિવ્યૂમાં જઇ શકે છે. અલબત્ત, હાલ પુરતુ તો હવેથી વેપારીઓને ઇનપુટ સર્વિસની ક્રેડિટ નહીં મળે એટલું નક્કી થઈ ગયુ છે.

અન્ય સમાચારો પણ છે...