તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફૂલબજારમાં તેજી:મંદિરો ખુલતા હવે ફૂલબજાર મોઘું ગલગોટાના ભાવ ડબલ થઈ ગયા

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રૂ.40ના મળતા ગલગોટાના ફૂલના રૂ. 80
  • ફૂલોની આવક ઓછી, વરસાદથી પણ નુકસાન થતા ભાવ વધ્યા

ફૂલબજારમાં કોરોનાને કારણે ગ્રહણ લાગ્યું હતું. જેના કારણે છેલ્લાં દોઢ વર્ષથી ફૂલ માર્કેટ ઠપ્પ થઈ ગયું હતું. મિની લોકડાઉન બાદ મંદિરો ખુલતા ફૂલોની માંગમાં વધારો થયો છે. કતારગામ અલકાપૂરી બ્રિજ નીચે ફૂલો ખરીદવા લોકોની ભીડ જોવા મળી રહી છે. ગલગોટાનો ભાવ ડબલ થઈ ગયો છે.

1 મહિના પહેલા એક કિલો ગલગોટાનો ભાવ 30થી 40 રૂપિયા હતો. જે હવે 80 રૂપિયા સુધી થઈ ગયો છે. એક તરફ ફૂલોની આવક ઓછી અને બીજી તરફ વધુ વરસાદના કારણે ફૂલોને ખુબજ નુકસાન પહોંચ્યું છે. જ્યારે બીજી તરફ ફૂલોની ડિમાન્ડ વધી હોવાને કારણે ફૂલોના ભાવમાં વધારો થયો છે. મહિના પહેલા એક કિલો ગુલાબ 50થી 60 રૂપિયામાં મળતા હતાં તેનો હવે ભાવ વધીને 140 રૂપિયા સુધી થઈ ગયો છે.

દેશી ગુલાબ, રજનીગંધા, મોગરા સહિતના ફૂલોના ભાવ પણ વધ્યા
ગલગોટા ફૂલોનો ભાવ પ્રતિ કિલોએ 20થી 30 રૂપિયા હોઈ છે જ્યારે હાલ ભાવ 80 રૂપિયા કિલો છે. ગુલાબની પાંખડી 50થી 80 રૂ. કિલો હોઈ છે તેને બદલે હાલ 100થી 120 રૂપિયા કિલોનો ભાવ છે. સફેદ ફૂલોનો ભાવ રૂ. 40ના કિલોને બદલે હાલ 100 રૂપિયા કિલો છે. દેશી ગુલાબ 80 રૂપિયા હતો જે 120 રૂપિયા, રજનીગંધા 120 રૂપિયા હતો જે 250 રૂપિયા અને મોગરાના ફૂલ કિલો 200 હતા જે 300 થઈ ગયા છે.

સોમવારે કમળના ભાવ ત્રણ ગણા થઈ 15થી 20 રૂપિયા સુધી પહોંચે છે
સોમવારે ભોળાનાથની શિવલિંગ પર કમળના ફૂલો ચડાવવામાં આવે છે. જેથી સોમવારે કમળના ભાવ ત્રણ ગણા થઈ જાય છે. એક મહિના પહેલા એક કમળનો ભાવ 2 રૂપિયા હતો. જે હવે ચાર રૂપિયા થઈ ગયો છે. જ્યારે સોમવારે કમળનો ભાવ 15થી 20 રૂપિયા થઈ જાય છે.

અન્ય સમાચારો પણ છે...