તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કહેર:મહારાષ્ટ્રમાં કોરોના વધતા સુરતથી હીરાની 8 હજાર કરોડની નિકાસ વધી

સુરતએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રફ હીરાના પાર્સલ હવે મુંબઈ નહીં સુરતથી જ ઈમ્પોર્ટ થઈ રહ્યા છે
 • ગયા વર્ષે મે-જૂન દરમિયાન પણ એક્સપોર્ટમાં વધ્યું હતું

મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ દિવસે દિવસે વકરી રહી છે. જેને કારણે સુરતમાંથી વર્ષ 2019-20ની સરખામણીએ વર્ષ 2020-21માં ફેબ્રુઆરી સુધી 8 હજાર કરોડના હીરાનું એક્સપોર્ટ વધ્યું છે.બહારગામથી સુરત આવી રહેલા લોકો માટે આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. જેના લીધે સુરત-મુંબઈ અપડાઉન કરતા હીરા વેપારીઓ, અડતિયાઓ, દલાલોએ આરટીપીસીઆર ટેસ્ટ કરાવવામાં મુશ્કેલી ઉભી થઈ રહી છે. રાજ્ય બહારથી આવનારને 7 દિવસ માટે ક્વોરન્ટાઈન કરવા માટે પણ પાલિકાએ હુકમ કર્યો છે.

ત્યારે હીરાના પાર્સલને એક્સપોર્ટની કામગીરીને ખલેલ થતું અટકાવવા મુંબઈનો વિકલ્પ સુરત બન્યું છે. મુંબઈથી હીરાનો વેપાર અટકતા તેનો લાભ સુરતને થઈ રહ્યો છે. 2020માં મેથી જૂનમાં લોકડાઉનના સમયગાળા દરમિયાન સુરતથી જ હીરાના પાર્સલોનું એક્સપોર્ટ વધ્યું હતું. એટલું જ નહીં હવે તો મુંબઈના હીરા વેપારીઓ પણ એક્સપોર્ટ માટે સુરત પર નિર્ભર થયા હતાં. હાલ મહારાષ્ટ્રમાં કોરોનાની સ્થિતિ વકરતાં સ્થાનિકો જરૂર પુરતું મુંબઈ અવરજવર કરી રહ્યા છે.

રફ હીરાના પાર્સલ પણ સુરત જ ઈમ્પોર્ટ થઈ રહ્યા છે. જેને પગલે સુરતથી થતાં હીરાના ઈમ્પોર્ટ અને એક્સપોર્ટમાં મોટો ઉછાળો નોંધાયો છે. ગત નાણાંકીય વર્ષની સરખામણીએ ચાલું નાણાંકીય વર્ષમાં ફેબ્રુઆરી સુધી હીરાના એક્સપોર્ટમાં 8 હજાર કરોડથી વધુનો વધારો નોંધાયો છે. કસ્ટમ ડિપાર્ટમેન્ટ દ્વારા ઝડફથી એક્સપોર્ટ-ઈમ્પોર્ટથી કામગીરીમાં થતી મદદના કારણે હીરા ઉદ્યૌગને વેગ મળ્યો છે. અગાઉ સુરતથી એક્સપોર્ટ કરવા માટે બેન્ક ગેરેન્ટીની જરૂરિયાત રહેતી હતી પરંતુ જીજેઈપીસીની રજૂઆતને પગલે બેન્ક ગેરેન્ટીની શરત દૂર કરવામાં આવી છે.

જેને કારણે કસ્ટમ ડિપાર્ટમેન્ટ સુરતની મદદથી લોકડાઉનની સ્થિતિમાં પણ સુરતથી હીરાનું મોટા પ્રમાણમાં હોંગકોંગ એક્સપોર્ટ થયું છે.જીજેઈપીસીના રિજિનોયલ ચેરમેન દિનેશ નાવડિયા કહે છે કે, ‘ફરી વધતાં કોરોનાના કેસના કારણે એક્સપોર્ટ માટે મુંબઈ સુધી લંબાવવાની જગ્યાએ સુરતથી જ હીરાનું એક્સપોર્ટ શરૂ કરતાં સ્થાનિક હીરા એક્સપોર્ટના આંકમાં ઉછાળો નોંધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો