ભાસ્કર બ્રેકિંગ:RTOના સોફ્ટવેરની મદદથી હવે બોગસ નંબર પ્લેટવાળા વાહનમાં માલ રોકી શકાશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવા વર્ષમાં GSTનું હથિયાર: હવે એક ક્લિક પર વાહનોનો ડેટા મળશે
  • બોગસ પ્લેટ લગાવીને કે ચોપડે બતાવીને 70 હજાર કરોડથી વધુના ટ્રાન્ઝેક્શન કરાયા હતા

જીએસટી લાગુ થયાના પાંચ વર્ષ પૂરા થવા છતાં હજી બોગસ બિલિંગ પર સંપૂર્ણ કાબૂ મેળવી શકાયો નથી. જો કે ,ઇ-ઇનવોઇઝ બાદ હવે જીએસટીએ નવા વર્ષથી આરટીઓ સાથેના પ્રયાસમાં બોગસ નંબર પ્લેટને ઓળખવા માટે એક સોફ્ટવેરની મદદ લીધી છે. જેના આધારે એક જ ક્લિક દ્વારા જાણી શકાશે કે માલની ડીલીવરી જે નંબર પર બતાવવામાં આવી છે તેની માલિકી કોની છે અને ખરેખર તે વેપારીએ દર્શાવેલી વાહનની વિગતો સાથે મેચ થાય છે કે કેમ. આ અંગે સી.એ. નિરજ બજાજ કહે છે કે, બોગસ બિલિંગના ટ્રાન્ઝેક્શનમાં માલની હેરફેર માટે વાહનના ઉપયોગી વિગતોમાં કૌભાંડીઓ કોઇપણ ગાડીનો નંબર લખાવી દેતા હતા.

હવે નવી સિસ્ટમની જે વાત છે તેના આધારે બોગસ બિલિંગ પકડવા માટે એક વધારાનું હથિયાર તૈયાર થઇ ગયુ છે. અત્રે નોંધનીય બને છે કે રાજયમાં અત્યાર સુધી રૂપિયા 70 હજાર કરોડથી વધુના બોગસ બિલિંગના ટ્રાન્ઝેકશન થઈ ચૂકયા છે.

વાહનને ટ્રેક કરવા કેમ જરૂરી બન્યા
જીએસટીના સૂત્રો કહે છે કે બોગસ બિલિંગમાં માલની હેરફેર થતી નથી, પરંતુ સિસ્ટમની જરૂરિયાત મુજબ જે વાહનમાં માલ ગયો હોય તેની વિગતો આપવાની હોય છે. નંબર ચેક કરવાની સિસ્ટમ આરટીઓમાં છે પરંતુ તેની વિગતો આવે એ પહેલાં જ બોગસ બિલિંગ કરીને કૌભાંડી છટકી જતા હતા, આઇટીસીનો પણ દુરુપયોગ કરી લેતા હતા. બોગસ બિલિંગના મોટાભાગના કેસમાં વાહનની વિગતો જ ખોટી હોવાનું સપાટી પર આવ્યુ છે.

સિસ્ટમ કેવી રીતે કામ કરશે
વાહનનો ઉપયોગ બતાવાયો હશે તેની વિગતો એક ક્લિક મારફત તરત જ જાણી શકશે એટલે આવા વાહનમાં માલ જઇ રહ્યો હોય ત્યાં જ તેેને પકડી લેવામાં આવશે.

ગધેડા પર માલ મોકલાતો હતો
વર્ષ 2000-01માં સુરતમાં બોગસ રિબેટ કૌભાંડમાં ભેજાબાજોએ ગધેડા પર વિદેશમાં માલની સપ્લાય બતાવી હતી. પાછળથી આ કેસમાં 46 અધિકારીઓ સસ્પેન્ડ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...