તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અચરજ:સુરત નજીક ડુમસના દરિયામાં ભરતીના પાણીમાં SUV કાર તરતી જોવા મળ્યા બાદ હેલ્પરની મદદથી બહાર કઢાઈ

સુરતએક મહિનો પહેલા
  • દરિયા કિનારા નજીક કાર પાર્ક કરી હોવાથી કાર તણાયાનું અનુમાન

સુરતના ડુમસના દરિયા કિનારે એક સહેલાણીની SUV કાર પાણીમાં તરતી જોવા લોકોની ભીડ ભેગી થઈ ગઈ હતી. લાંબા સમય બાદ ડુમસનું પ્રવાસન સ્થળ ખુલ્યા બાદ સહેલાણીઓની ભીડ વચ્ચે દરિયા કિનારે રેતીમાં કાર પાર્ક કરી દરિયાની મજા માણતા સહેલાણીની કાર ભરતીના પાણીમાં ફસાઈ ગયા બાદ તરતી થઈ ગઈ હોવાની વાત સામે આવી હતી. જોકે આ ઘટના સંદર્ભે પીઆઇ અંકિત સોમૈયા એ જણાવ્યું હતું કે, દરિયાની મજા લેવા આવેલા સહેલાણીઓ કારમાંથી ઉતર્યા બાદ ઘટના બની હતી. જોઈ જાનહાની નોંધાઈ નથી.

ભૂલ ભારે પડી
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, લગભગ લોકડાઉન બાદ ડુમસનો દરિયો સહેલાણીઓ માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. સુરતીઓ પરિવાર સાથે દરિયાઈ હવાની મજા ખાવા આવી રહ્યા છે. જોકે આડેધડ પાર્કિગને લઈ આવી ઘટનાઓ બનતી હોય છે. એક પ્રવાસી સહેલાણી પોતાની કાર છેક દરિયા કિનારે રેતીમાં પાર્ક કરી ઉટ અને રેસિંગ બાઇકની મજા માણતા રહ્યાં હતા અને ભરતીના પાણી કિનારે પહોંચી જતા કાર દરિયાઈ ભરતીમાં ફસાઈ ગઈ હતી. ત્યારબાદ ના છૂટકે પરિવાર કાર છોડી જતો રહ્યો હતો. આજે સવારે પણ ભરતી આવતા ફરી આ કાર પાણીમાં ડૂબી ગઈ હતી.

હેલ્પરની મદદથી કાર બહાર કાઢી
અંકિત સોમૈયા (પીઆઇ ડુમસ પોલીસ સ્ટેશન) એ જણાવ્યું હતું કે, ઘટના લગભગ કાલની છે. આજે કાર માલિક હેલ્પર લાવી કાર કાઢી ગયા છે. વાઇરલ વીડિયો જોયા બાદ લોકોને માત્ર એક જ અપીલ છે કે, આપણી અને આપણા વાહનની સંપૂર્ણ જવાબદરી આપણી જ છે. એટલે એલર્ટ રહે અને સુરક્ષિત રહે એવી જ નમ્ર અપીલ છે.