તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હરખ હવે, તું સુરત:ચોમાસાની વિદાય સાથે ઉકાઈ ડેમ 345 ફૂટ સુધી છલોછલ ભરાતા બે વર્ષ પાણીની સમસ્યા ટળી

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
ઉકાઈ ડેમ છલોછલ ભરાતા બે વર્ષ સુધીની પાણી સમસ્યા હલ થઈ ગઈ છે. - Divya Bhaskar
ઉકાઈ ડેમ છલોછલ ભરાતા બે વર્ષ સુધીની પાણી સમસ્યા હલ થઈ ગઈ છે.
  • ગત વર્ષે 14મી નવેમ્બરે ઉકાઈડેમ 345 ફૂટ ભરાયો હતો

ચોમાસું આ વર્ષે લાંબુ ચાલ્યું પરંતુ હવે વિદાઈ લઈ ચૂક્યું છે. ત્યારે ઉકાઈ ડેમના ઉપરવાસમાં પણ મેઘરાજાએ વિરામ લીધો છે. ચોમાસાની સિઝન દરમિયાન ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં ધુઆંધાર વરસાદ પડ્યો હતો. જેના કારણે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં જ ઉકાઈ ડેમ છલોછલ 345 ફૂટ સુધી ભરાઈ ગયો છે. જેથી આગામી બે વર્ષ સુધી સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યા દૂર થઈ છે.

ઉકાઈ ડેમ છલોછલ 345ની સપાટીએ પહોંચી જતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે.
ઉકાઈ ડેમ છલોછલ 345ની સપાટીએ પહોંચી જતાં ધરતીપુત્રોમાં પણ ખુશીનું મોજું જોવા મળી રહ્યું છે.

મધરાતે ઉકાઈ છલકાયો
ઓક્ટોબર મહિનાની શરૂઆત થતાં રાત્રિના 1 વાગ્યા આસપાસ ઉકાઈ ડેમ છલોછલ 345 ફૂટ ભરાઈ ગયો હતો. ઉકાઈમાં હાલ 6254 ક્યુસેક પાણી આવી રહ્યું છે તેના સામે 6,254 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. ગત વર્ષની સરખાણીએ આ વર્ષે ઉકાઈ ડેમ વહેલો ભરાઈ ગયો છે.

પાણી છોડતા ડેમ મોડો ભરાયો
ઉકાઈ ડેમના ઉપરવાસમાં છેલ્લા પખવાડીયા દરમિયાન મેઘરાજાની તોફાની ઈનિંગ આવી હતી. જેના કારણે 2 લાખ્યુ ક્યુસેક પાણી આવતાં એટલું જ પાણી છોડવાની તંત્રને ફરજ પડી હતી. નહીતર ડેમ ઘણા દિવસો અગાઉ જ ભરાઈ ગયો હોત. ગત રાત્રે 18 હજાર ક્યુસેક પાણીની આવક થતાં ડેમ રાત્ર એક વાગ્યા આસપાસ ભયનક સપાટી 345 ફૂટે ઓવરફ્લો થયો હતો. હાલ ડેમમાં 6,254 ક્યુસેક પાણી આવતાં તેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે.

બે વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો
ઉકાઈ ડેમમાં હાલ સુરત અને સુરત જિલ્લાની સિંચાઈ માટે બે વર્ષ ચાલે તેટલો પાણીનો જથ્થો ભરાઈ ગયો છે. જેથી ખેડૂતોમાં પણ ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે. કેનાલ વાટે ઉકાઈનું પાણી ખેતરો સુધી પહોંચતું હોવાથી ખેડૂતો પણ સારી લાગણી અનુભવી રહ્યાં છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

વધુ વાંચો