• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • With The Completion Of The Festivals, The Vaccination Campaign Was Intensified, Today The Vaccination Will Be Done At 136 Centers

કોરોના સુરત LIVE:વધુ પાંચ કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143938 પર પહોંચ્યો, વધુ 9 દર્દી ડિસ્ચાર્જ થયા

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
વેક્સિન અભિયાન તેજ કરતાં મોટાભાગના સેન્ટર પર રસી આપવાનું શરૂ કરાયું છે.(ફાઈલ તસવીર) - Divya Bhaskar
વેક્સિન અભિયાન તેજ કરતાં મોટાભાગના સેન્ટર પર રસી આપવાનું શરૂ કરાયું છે.(ફાઈલ તસવીર)
  • શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસમાં વધારો ઘટાડો થતો રહે છે. જોકે, કેસ 10ની નીચે રહેતા થોડી રાહત છે. છેલ્લા ચાર દિવસમાં શહેર જિલ્લામાં 15 કેસનો વધારો થયો છે. આજે શહેરમાં 4 અને જિલ્લામાં એક કેસ નોંધાતા પોઝિટિવ કેસનો આંક 143938 પર પહોંચ્યો છે. આ સાથે કોરોના વેક્સિનેશનની કામગીરી પણ તેજ કરવામાં આવી છે. આજે 136 સેન્ટર પર રસીકરણ કરવામાં આવી રહ્યું છે.

પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143938 થઈ
શહેરમાં 04 અને જિલ્લામાં 01 કેસ સાથે ગત રોજ શહેર જિલ્લામાં કોરોનાના વધુ 05 કેસ પોઝિટિવ નોંધાયા હતા. આ સાથે શહેર અને જિલ્લામાં કોરોનાના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 143938 થઈ ગઈ છે. જિલ્લામાં કોરોનાના એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં કોરોનાનો કુલ મૃતાંક 2116 થયો છે. આજે શહેરમાંથી 07 અને જિલ્લામાંથી 02 સહિત 09 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થતા તેમને રજા આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં શહેર જિલ્લામાં 141772 દર્દીઓ કોરોનાને માત આપી સાજા થઈ ચુક્યા છે. હાલ શહેર જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 56 થઈ છે. તમામ લોકોને રસી મળી રહે તે માટે પાલિકા દ્વારા નોક ટુ ડોર અભિયાન હાથ ધરાયું છે.

તહેવારની રજા બાદ રસીકરણ ફરી શરૂ
સતત રસીકરણ સાથે જોડાયેલા મેડિકલ સ્ટાફને તહેવારની ઉજવણીમાં મોકો મળે તે માટે બે દિવસ રસીકરણ બંધ રખાયું હતું. જો કે, તહેવારો પૂર્ણ થતાં જ ફરી રસીકરણ તેજ કરવામાં આવ્યું છે. શહેરમાં પ્રથમ ડોઝ માટે 33 સેન્ટર પર જ જ્યારે 77 સેન્ટર પર બીજા ડોઝ માટે રસી અપાઈ રહી છે. જ્યારે 7 સેન્ટર પર એપાઈન્ટમેન્ટ લેનારાને રસી અપાઈ રહી છે. 2 સેન્ટર પર વિદેશ જનારા માટે ખાસ વેક્સિન અપાઈ રહી છે. જ્યારે 17 સેન્ટર પર કોવેક્સિન આપવામાં આવી રહી છે. આજે 136 જેટલા સેન્ટર પર રસીકરણ શરૂ કરવામાં આવ્યું છે.