યુનિવર્સિટીનો નિર્ણય:PGના 34 કોર્સમાં બેઠકો ખાલી રહેતાં હવે સત્તા કોલેજોને સોંપાઈ

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે રાઉન્ડ પછી પણ બેઠકો નહીં ભરાતાં યુનિવર્સિટીનો નિર્ણય

નર્મદ યુનિવર્સિટીએ બે વખત પ્રવેશ પ્રક્રિયા હાથ ધર્યા બાદ પણ અનુસ્નાતકના 34 અભ્યાસક્રમોમાં બેઠક ભરાઇ નથી. જેથી ખાલી બેઠકો કોલેજો અને વિભાગોને ભરવા માટે આદેશ કર્યો છે. યુનિવર્સિટીએ પરિપત્ર જારી કર્યો હતો કે પ્રવેશ ન મળ્યો હોય તેવા વિદ્યાર્થીઓ સીધા જ કોલેજ કે પછી વિભાગમાં જઇને પ્રવેશ મેળવી શકશે. કંપેરિટિવ લિટરેચર, ઇંગ્લિશ, હિંદી, હિસ્ટોરી, હોમ સાયન્સ, એમએચઆરડી, માસ કોમ, એમપીએ, સંસ્કૃત, સોશિયોલોજી, આર્ટ્સ(એચઆરએમ એન્ડ એલઆર), માર્કેટિંગ મેનેજમેન્ટ, સ્ટેટેસ્ટિક, એજ્યુકેશન, લેબર વેલફેર

, લાઇબ્રેરી એન્ડ ઇમ્ફોર્મેશન સાયન્સ, રૂલર સ્ટડીઝ, એપ્લાઇડ સ્ટેટેસ્ટીક, એક્વેટિક બાયોલોજી, કેમેસ્ટ્રી (ઇવનિંગ), ઇન્ફ્રોમેશન એન્ડ ટેક્નોલોજી, સ્ટેટેસ્ટિક્સ, સોશિયલ વર્ક, ક્લાઇમેટ ચેંજ એંડ રૂલર સોસાયટી, કોમ્પ્યુટર એપ્લિકેશન, કોર્પોરેટ સોશિયલ રિસ્પોસિબિલિટી, હ્યુમન રિસોર્સ મેનેજમેંટ, જર્નાલિઝમ, મોડ્યુલર એન્ડ બાયોકેમિકલ ટેક્નોલોજી, નેચરલ રિસોર્સ મેનેજમેંટ, રિસર્ચ મેથેડોલોજી, રૂલર ડેવલોપમેન્ટ અને ટેક્સોલોજીમાં બેઠકો ખાલી પડી છે. જેથી વિદ્યાર્થીઓ નવી વ્યવસ્થા પ્રમાણે પ્રવેશ લઈ શકશે.

8 કોર્સમાં 25મી સુધીમાં કન્ફર્મ કરાવવું પડશે
એલએલબી, એમએસસી બોટની, એમએસસી ઝૂલોજી, મેડિકલ લેબોરેટરી ટેક્નોલોજી, એમએ ફિઝિયોલોજી, એમએ સંસ્કૃત, એમએસસી કેમેસ્ટ્રી અને એમએસસી માઇક્રોબાયોલોજીમાં વિદ્યાર્થીઓને પ્રવેશ અપાયા છે. 25 ઓક્ટોબર સુધીમાં વિદ્યાર્થીઓએ પ્રવેશ કન્ફર્મ કરાવી દેવાનો રહેશે. જો કે, તે સમયે દરેક વિદ્યાર્થીએ રૂપિયા 1000 ટોકન ફી ભરવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...