સુરતના પાંડેસરામાં ચકચારીત માતા-બાળકી પર રેપ બાદ હત્યા મામલે સુરત કોર્ટે આરોપી હર્ષસહાય રામરાજ ગુર્જરને દોષિત ઠેરવ્યો છે. આ સાથે મદદગારી કરનાર આરોપી હરિઓમ ગુર્જરને પણ દોષિત ઠેરવ્યો છે. સજા આવતી કાલે સાંભળવામાં આવશે. અત્રે ઉલ્લેખનિય છે કે, એપ્રિલ 2018માં માસૂમ બાળકી અને તેની માતાની હત્યા કરી ઝાડીઓમાં ફેંકી દીધી હતી. માતા અને બાળકીને ઢોરમાર મારી તડપાવીને મારી નાખી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં 6 એપ્રિલ 2018ના રોજ ગુનો નોંધાયો હતો અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આખા ગુનાનો ભેદ ઉકેલાયો હતો.
એક સીસીટીવીથી આખો કેસ ઉકેલાયો હતો
કેબી ઝાલા (પીઆઇ સચિન) એ જણાવ્યું હતું કે જેતે સમય એ તેઓ પાંડેસરા માં ફરજ બજાવતા હતા અને ઉપરા ઉપરી એટલે લે લગભગ 4 દિવસના ગાળા મા માતા ના મૃતદેહ બાદ બાળકી નો મૃતદેહ મળી આવ્યો હતો. બન્નેની ઓળખ માટે પોલીસે લગભગ 6500 પોસ્ટર દેશના તમામ રાજ્યોમાં લગાડી પરિવાર શોધવાનો પ્રયાસ કર્યો હતો. તેમછતાં કોઈ સફળતા મળી ન હતી. જોકે આખરે એક 56 સેકન્ડના CCTV કેમેરામાં કાળા કલરની કારની ઓળખ થયા બાદ આખો કેસ ડિટેકટ થયો હતો.
મહિલાને ફાંસો આપી પતાવી દીધી
વધુમાં જણાવ્યું હતું કે, આરોપી પકડાય ગયો હતો. અને પૂછપરછમાં આરોપી એ ગુનો કબૂલ કરતા અધિકારીઓ પણ ચોંકી ગયા હતા. રાજસ્થાનના એક ગામમાંથી માતા દીકરીને કામ અપાવવાના બહાને સુરત જિલ્લાના કામરેજ ગામે લવાયા હતા. જ્યાં કન્સ્ટ્રક્શન સાઇડ પર કામ અપાવવામાં આવ્યું હતું. જોકે કોઈ વાત ઉપર રકઝક થતા આરોપીએ મહિલાને ફાંસો આપી પતાવી દીધા બાદ એરપોર્ટ રોડ ઉપર ઝાડીમાં ફેંકી દીધી હતી અને માસૂમ દીકરીને પોતાની સાથે પોતાના જ ઘરમાં રાખતો હતો. જ્યાં પણ ડર એટલે કે પરિવાર બાળકીને લઈ કોઈ પ્રશ્ન ઉભો કરે તેવા ડર વચ્ચે આરોપીએ બાળકીને મારી નાખી પોતાની કારમાં ઘરથી થોડે દુર ફેંકી દીધી હતી.
બાળકી અને તેની માતાને પોતાની સાથે રાખતો હતો
હર્ષ ગુર્જરે ભોગ બનેલી બાળકીની માતાને રૂા. 35 હજારમાં ખરીદી હતી અને તેને પોતાની સાથે પાંડેસરા રહેવા લઈ આવ્યો હતો. જયાં બીજી મહિલાના આવવાથી હર્ષ અને તેની પત્ની વચ્ચે ઝઘડાઓ થતાં હતા. ત્યારબાદ હર્ષે મહિલાની દીકરીની નજર સામે હત્યા કરી હતી. ત્યારબાદ તેની દીકરીને સાથે રાખી દુષ્કર્મ આચરી તેની ક્રુર હત્યા કરી લાશ ફેંકી દીધી હતી.
મેરે સાથ જો લડકી રહેતી હૈ વો મર ગઈ
કારના માલિક રામનરેશને પોલીસે પૂછપરછ કરતા શરૂઆતમાં તે મોઢું ખોલતો ન હતો, પરંતુ પોલીસે લાલ આંખ કરતા તેણે કબુલ્યું હતું કે, તેના મકાનમાલિકનો ભાઈ હર્ષસાંઈ તેની કાર તા.6 એપ્રિલ 2018 ના રોજ લઈ ગયો હતો અને પરોઢિયે સાડા ચાર વાગે પાછો આવ્યો હતો. આ અંગે રામનરેશે તેને પૂછતા તેણે કહ્યું હતું કે, મેરે સાથ જો લડકી રહેતી થી, વો મર ગઈ હૈ, ઈસિલીયે ઉસે ડાલને ગયા થા.
PM રિપોર્ટમાં દુષ્કર્મનો ઘટસ્ફોટ થયો હતો
આરોપી હર્ષસાંઈ ગુર્જર તેના પરિવાર સાથે સુરતમાં જ રહ્યો હતો. દરમિયાન લાશ મળી આવ્યા બાદ તેના પોસ્ટ મોર્ટમમાં બાળકી સાથે ગંભીર પ્રકારે સતત દુષ્કર્મ આચરી તેની હત્યા કર્યાનું બહાર આવ્યાનું બહાર આવતા આ અંગના અહેવાલો સમાચારપત્રોમાં વાંચી હર્ષ ગુર્જર પત્ની અને બાળકોને લઈ વતન રવાના થઈ ગયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.