બિઝનેસ:ફોસ્ટાનું નવું સંવિધાન બન્યું વેપારી જ પ્રમુખ બની શકશે

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાંચ ઝોનના વેપારી સાથે મિટિંગ કરશે

ફોસ્ટાના પ્રમુખ પદ માટે માત્ર ટેક્સટાઈલ વેપારી જ ઉમેદવારી નોંધાવી શકે તે માટે ફોસ્ટા દ્વારા તૈયારી શરૂ કરી દેવાઈ છે. ફોસ્ટાએ નવું સંવિધાન બનાવ્યું છે, જેને પાસ કરવા માટે ફોસ્ટા આગામી સમયમાં 5 ઝોનના વેપારી સાથે મિટિંગ કરશે.

ફોસ્ટાની ચૂંટણીને લઈને છેલ્લાં 3-4 મહિનાથી વિવાદ ચાલી રહ્યો છે. ફોસ્ટાના માજી પ્રમુખો હાલના હોદ્દેદારો પર આક્ષેપ કરી રહ્યા છે કે, 7 વર્ષથી ફોસ્ટા દ્વારા ચૂંટણીનું આયોજન કરાયું નથી. જેને લઈને ફોસ્ટા દ્વારા 5 ઝોન બનાવયા હતાં. જેમાં સાલાસર, બેગમવાડી, રિંગરોડ, કમેલા, સારોલી આ તમામ ઝોનના વેપારીઓ સાથે ફોસ્ટા દ્વારા વારા ફરતી મિટિંગ કરી ચૂંટણીને વિશે મંતવ્યો જાણશે.

ભૂતકાળમાં ફોસ્ટાના પ્રમુખ સીએ સહિતના પ્રોફેશન વાળા વ્યક્તિઓ બન્યા હતાં. પરંતુ હવે માત્રને માત્ર ટેક્સટાઈલ વેપારીઓ જ ફોસ્ટાના પ્રમુખ બનશે. જે વેપારી ફોસ્ટાના પ્રમુખ તરીકે ઉમેદવારી નોંધાવે તે ટેક્સટાઈલ વેપારી તેમજ જીએસટી નંબર હોવો જોઈએ, તે અન્ય સંસ્થામાં સક્રિય ન હોવો જોઈએ.

વેપારી પાસે GST નંબર, માર્કેટમાં દુકાન હોવી જરૂરી
ફોસ્ટાના ડિરેક્ટર રંગનાથ શારડા કહે છે કે, ‘ફોસ્ટા દ્વારા હવે નિયમો બનાવવામાં આવ્યા છે, ખાસ કરીને જે વેપારી હશે તે જ ફોસ્ટાની સંસ્થાનો પ્રમુખ બની શકશે. તેમની પાસે જીએસટી નંબર હોવો જરૂરી છે અને તેમની માર્કેટમાં દુકાન હોવી જરૂરી છે. હવે અમે તમામ ઝોનના વેપારીઓની સંક્યુક્ત મિટિંગ કરીને ફોસ્ટાનું સંવિધાન બનાવીશું.’

અન્ય સમાચારો પણ છે...