તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિર્ણય:કરોડોનું પેમેન્ટ અટવાતાં હવે કાપડ બજારમાં રોકડેથી ધંધો

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મર્કન્ટાઈલ એસોસિયેશનની મીટિંગમાં નિર્ણય લેવાયો
  • બાકી પેમેન્ટ ન મળતા વેપારીઓના લોનના હપ્તા પણ અટવાયા

સામાન્ય દિવસોમાં ટેક્સટાઈલ માર્કેટમાં મંદીને કારણે વેપારીઓની પેમેન્ટ સાઈકલ 60 દિવસના બદલે હવે 120 દિવસની થઈ ગઈ છે, જેના કારણે વેપારીઓની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે રવિવારે મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા યોજાયેલી મિટિંગમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે, વેપારીઓ હવે ઉધાર માલ આપશે નહીં.

છેલ્લાં દોઢ મહિનાથી ટેક્સટાઈલ માર્કેટ પર માઠી અસર પડી રહી છે. કોરોનાકાળની શરૂઆતથી જ ટેક્સટાઈલ માર્કેટ મંદીમાં ગરકાવ થઈ રહ્યો છે. ગત દિવાળીએ કોરોના ઓછો થતાં માર્કેટોમાં તેજી આવી હતી. ત્યારે માર્કેટના વેપારીઓની આશા જાગી હતી કે, ટેક્સટાઈલ માર્કેટ ફરી ઉભું થશે. પરંતુ ત્યાર બાદ બીજી વેવમાં મિનિ લોકડાઉનને કારણે ટેક્સટાઈલ માર્કેટ 2 મહિના સુધી સંપૂર્ણ બંધ રહ્યું હતું, જેની સૌથી મોટી અસર ટેક્સટાઈલ માર્કેટને પડી હતી.

કોરોનાની બીજી વેવમાં દેશના અલગ અલગ રાજ્યોની મંડી બંધ રહેતા સુરતમાંથી વેપાર મળી રહ્યો નથી. મંડીઓ ખુલ્યા બાદ વેપારની શરૂઆત થવાની શક્યતા છે. હાલ ધીમે ધીમે મંડીઓ ખુલી રહી છે. પરંતુ ટેક્સટાઈલ માર્કેટમાં પહેલાં 60 દિવસની પેમેન્ટ સાઈકલ હતી. જે હવે 120 દિવસની થઈ ગઈ છે. જેના કારણે વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. વેપારીઓ પાસે પેમેન્ટ ન આવી રહ્યાં હોવાથી તેઓ બાકી પેમેન્ટ ચુકવી શકતા નથી. તેમને લોનના હપ્તા ભરવામાં પણ મુશ્કેલી પડી રહી છે. ત્યારે રવિવારે મર્કન્ટાઈલ એસોસિએશન દ્વારા મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

પેમેન્ટધારો 60થી વધી 120 દિવસનો થતા મુશ્કેલી
મર્કન્ટાઈલ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્ર સાબુ કહે છે કે, ‘પેમેન્ટ સાઈકલ અટવાઈ ગઈ હોવાથી વેપારીઓની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. હાલ પેમેન્ટ સાઈકલ 60 દિવસની જગ્યાએ 120 દિવસની થઈ ગઈ છે, જેથી વેપારીઓ બાકી પેમેન્ટ ચૂકવી શકતા નથી. જેથી આ નિર્ણય લેવાયો છે.’

અન્ય સમાચારો પણ છે...