તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ સામે સવાલ:સુરતની અતુલ બેકરીના માલિકે કાર અડફેટે 3 મોપેડ ઉલાળતાં એકનું મોત, વેકરિયાના ભાજપના દિગ્ગજ નેતાઓ સાથેના સંબંધથી ભીનું સંકેલાવાની ચર્ચા

​​​​​​​સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
અતુલ બેકરીના માલિક સાથે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (ફાઈલ તસવીર) - Divya Bhaskar
અતુલ બેકરીના માલિક સાથે ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ (ફાઈલ તસવીર)
  • અતુલ વેકરીયા નશાની હાલતમાં હતા કે કેમ તે જાણવા સિવિલમાં તપાસ કરાઈ

સુરત વેસુ વિસ્તારમાં બેફામ રીતે ગાડી હંકારતા અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ બે થી ત્રણ મોપેડને અડફેટમાં લેતા એક મહિલાનું મોત નિપજયું હતું. તેમજ અન્ય ઘાયલ થયા હતાં. અક્સમાત બાદ અતુલ વેકરીયાએ પોતે ગાડી ન ચલાવતો હોવાની વાતો વહેતી કરી હતી. જો કે આજે તે નશાની હાલતમાં હતો કે કેમ તે અંગેની તપાસ પણ સિવિલ હોસ્પિટલમાં કરવામાં આવી છે. જો કે, અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાને ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતાઓ સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે. ભાજપના દિગ્ગજ નેતાઓ સાથે નજીકના સંબંધ હોવાથી સમગ્ર કેસમાં ભીનું સંકેલાઇ જાય તેવી ચર્ચા શરૂ થઈ છે.

વડાપ્રધાનના જન્મદિવસે મોટી કેક બનાવવાનો રેકોર્ડ પણ કારાયો હતો.(ફાઈલ તસવીર)
વડાપ્રધાનના જન્મદિવસે મોટી કેક બનાવવાનો રેકોર્ડ પણ કારાયો હતો.(ફાઈલ તસવીર)

અકસ્માતમાં મહિલાનું મોત થયું
અતુલ બેકરીના માલિક અતુલ વેકરીયાએ શુક્રવારે રાત્રે વેસુ વિસ્તાર જે .એચ. અંબાણી હાઇસ્કૂલ પાસેથી પસાર થઈ રહ્યા હતાં, તે દરમિયાન એકાએક સ્ટિયરિંગ પરથી કાબૂ ગૂમાવ્યો હોય તેમ ત્રણથી ચાર મોપેડને અડફેટમાં લીધી હતી. ઘટનામાં ઉર્વશી ચૌધરી નામની યુવતીનું મોત નીપજયું હતું.

ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે અતુલ વેકરીયાને નજીકનો નાતો છે.(ફાઈલ તસવીર)
ધારાસભ્ય હર્ષ સંઘવી સાથે અતુલ વેકરીયાને નજીકનો નાતો છે.(ફાઈલ તસવીર)

મેડિકલ તપાસ કરાઈ
અતુલ વેકરીયાની ઉમરા પોલીસ દ્વારા સિવિલ હોસ્પિટલમાં લઈ જઈને મેડીકલ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. ઘટના સમયે અતુલ વેકરીયા નશાની હાલતમાં હતા કે, કેમ તે જાણવાનો પ્રયાસ કર્યો હતો. રિપોર્ટમાં અતુલ વેકરીયા કેફી દ્રવ્ય પીધા હોવાનું આવે છે કે, કેમ તેની પોલીસ તપાસ કરીને આગળની કાર્યવાહી કરશે. અતુલ વેકરીયા જણાવ્યું હતું કે, ગાડી હું નહીં પરંતુ ડ્રાઇવર ચલાવતો હતો અને તેના દ્વારા અકસ્માત કરવામાં આવ્યો છે.

સાંસદ દર્શના જરદોષ પણ અતુલ વેકરીયાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હતાં(ફાઈલ તસવીર)
સાંસદ દર્શના જરદોષ પણ અતુલ વેકરીયાના કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેતા હતાં(ફાઈલ તસવીર)

ભાજપ નેતાઓ સાથે ગાઢ સંબંધો
અતુલ વેકરીયાના ભાજપના નેતાઓ સાથેના સંબંધોને કારણે ઉમરા પોલીસ દ્વારા તપાસમાં તટસ્થતા રાખવામાં આવશે કે કેમ, તે એક મોટો પ્રશ્ન છે. ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તેમજ સ્થાનિક ધારાસભ્ય સાથે તેમના સંબંધોને કારણે શહેરભરમાં ચર્ચા છે કે, સમગ્ર ઘટનાને અકસ્માતમાં ખપાવીને કેસની તપાસ પૂરી કરી દેવામાં આવશે. કદાવર નેતાઓના દબાણમાં મૃતક યુવતીના પરિવારને ન્યાય મળશે કે કેમ તે એક મોટો પ્રશ્ન છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

વધુ વાંચો