નશાનો કારોબાર:સુરતમાં નિયોલ ચેક પોસ્ટ પરથી 1 કરોડના ગાંજા સાથે ટ્રાન્સપોર્ટર સહિત 3 ઝડપાયા, ટ્રકમા ચોર ખાના બનાવી હેરફેર થતી હતી

સુરત9 દિવસ પહેલા
આઈસર ટ્રકમાંથી ગાંજા સાથે 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યાં હતાં.
  • ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો એ અંગે તપાસ શરૂ

સુરતમાં ડ્રગ્સ અગેઇન નો કોમ્પરોમાઇઝ અભિયાન અંતર્ગત ડીસીબીએ નિયોલ ચેકપોસ્ટ પરથી અંદાજે એક કરોડના ગાંજાના જથ્થા સાથે 3ને ઝડપી પાડ્યા છે. ગૃહ રાજ્ય મંત્રીના હોમ ટાઉનમાં જ બીજા શહેરોમાંથી ગાંજો લાવતા અનેક પેડલરો સામે ડીસીબીએ લાલ આંખ કરી છે.

પોલીસ કમિશનરે નશાના કારોબાર સામે લાલ આંખ કરી હતી.
પોલીસ કમિશનરે નશાના કારોબાર સામે લાલ આંખ કરી હતી.

આરોપી ડીંડોલી વિસ્તારનો રહેવાસી
પુણા પોલીસ સ્ટેશનની હદ વિસ્તારમાં નિયોલ ચેક પોસ્ટ પરથી રવિવારે ગાંજા સાથે ઝડપાયેલો અરુણ મહાદીપ (ઉ.વ.37) ડીંડોલી વિસ્તારનો રહેવાસી અને અને ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો હોવાનું સામે આવ્યું છે. સાથે જ મોહંમદ ફઇમ મોહંમદ રફીક શેખ ઉવ. ૨૪ રહે. ઘર નં-૧/૧૫૪૬/૯, ખલીફા સ્ટ્રીટ, અગારીની ચાલ, નાનપુરા મોહંમદ યુસુફ ગોસમોહંમદ શેખ ઉવ.૪૫ રહે. ઘર નંબર, ૧/૩૧૭૨, ખ્વાજાદાના દરગાહ, બડેખા ચકલા, નાનપુરા સુરતને ઝડપી હાલ ડીસીપી પોલીસે કરોડ રૂપિયાના ગાંજા સાથે ઝડપાયેલા ઇસમની સધન પૂછપરછ હાથ ધરી છે.

પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.
પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી હતી.

ડ્રગ્સ મગાવનાર કોણ સહિતના મુદ્દે પૂછપરછ
ડ્રગ્સ મગાવનાર કોણ, ગાંજા માટે ફાયનાન્સ કરનાર કોણ, ક્યાંથી લાવવામાં આવ્યો, કેટલી વાર લાવ્યા, કોને કોને આપવામાં આવે છે. એવી તમામ દિશામાં તપાસ હાથ ધરી છે. પોલીસ સૂત્રો કહી રહ્યા છે કે બાતમીના આધારે ઝડપી પડાયો છે. જોકે હજી સુધી એની પૂછપરછ બાકી છે.

મોટા માથાઓના નામ સામે આવવાની શક્યતા
અધિકારીઓ આખી રાત આરોપીઓની પૂછપરછ કરવામાં વ્યસ્ત રહ્યા હતા. દરમિયાન આજે સવારે આરોપીને એનડીપીએસ કેસની યાદી સાથે કોવિડ-19ની તપાસ અને શારીરિક તપાસ માટે સિવિલ લવાયો હતો. એવું પણ કહી શકાય કે ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડીંડોલીનો ઈસમ અનેકની પોલ ખોલે અને આગામી દિવસમાં અનેક મોટા માથાની અટક કરાઇ એ વાતને પણ નકારી શકાય નહીં.

ચોરખાના બનાવીને આઈસર ટેમ્પોમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.
ચોરખાના બનાવીને આઈસર ટેમ્પોમાંથી ગાંજાનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો હતો.

ગત રોજ ડ્રગ્સના બે પેડલર ઝડપાયા હતા
ચોરીની બાઇકો વેચી તે રૂપિયાથી એમડીનો નશો કરતા બે રીઢા વાહનચોરોને ડીસીબીની ટીમે પકડી પાડયા છે. બન્ને વાહનચોરો રાંદેર, વેસુ અને અડાજણ વિસ્તારમાંથી એમડી ડ્રગ્સ પેડલરો પાસેથી લઈ નશો કરતા હતા. પકડાયેલા ચોરોમાં જીશાન ઉર્ફે રીક્કી મઝહર શેખ(32)(રહે,રજાચોક,ભીંડી બજાર,સચીન) અને સૈયદ ઐઝાજ સૈયદ નુરમોહમદ સૈયદ(21)(રહે,અનુકુલ નગર,ઉનપાટિયા) છે. બન્ને ચોરો પાસેથી 5 ચોરીની બાઇકો રૂ.95 હજારની કબજે કરી હતી. એમડીનો નશો કરી બન્ને ચોરો બાઇક પર ફરવા નીકળતા પછી પેટ્રોલ પુરુ થાય ત્યાં બાઇક બિનવારસી પણ મુકી દેતા હતા. પાંચ બાઇકોની ચોરીના ગુનાઓ ઉકેલાયા છે.