તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આક્ષેપ:પાર્કિંગના કોન્ટ્રાક્ટમાં ભ્રષ્ટાચારના આરોપ સાથે કોંગ્રેસે કહ્યું,‘ ભાજપ-આપ ભાઇ ભાઇ’

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક

પાલિકાના શાસકો દ્વારા પુણાગામ સીતાનગર બ્રિજ નીચે પોતાના મળતીયાઓને વગર ટેન્ડરે પાર્કિંગ કોન્ટ્રાક્ટ આપી ભ્રષ્ટ્રાચાર આચરવામાં આવ્યો હોવાનો આરોપ પુણા કોંગ્રેસ સમિતિ દ્વારા કરવામાં આવ્યો છે. આ ભ્રષ્ટ્રાચાર કરવામાં વિપક્ષની ભાગીદારી હોવાનો આરોપ મુકાયો છે.

‘પાર્કિંગ ભષ્ટ્રાચારમાં ભાજપ-આપ ભાઇ ભાઇ’ લખેલા પ્લેકાર્ડ દર્શાવી કોંગ્રેસે વિરોધ કર્યો હતો. કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે, પુણામાં સીતાનગર બ્રિજ નીચે ઇજારદારે પાર્કિંગ ચાર્જ ઉઘરાવવાનો ચાલુ કરી દેવાયો છે. પરંતુ હજુ સુધી આપના નેતા, નગરસેવકો કે કાર્યકરો દ્વારા કોઇ વિરોધ કરવામાં આવી રહ્યો નથી.

અન્ય સમાચારો પણ છે...