છેતરપિંડી:જાપાન માર્કેટના વેપારી સાથે રૂ. 19.50 લાખની છેતરપિંડી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • દિલ્હીના ગૌરવ સાધે કાપડ ખરીદી નાણાં ન આપ્યા

દિલ્હીના વેપારીએ જાપાન માર્કેટના વેપારી સાથે 19.50 લાખની છેતરપિંડી કરી છે. નાનપુરામાં ભાટિયા મહોલ્લા ખાતે ઇન્દ્રનીલ એપાર્ટમેન્ટમાં રહેતા પ્રતિક મુકેશ ત્રિવેદી દિલ્હીગેટ પાસે જાપાન માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. એક વર્ષ પહેલા તેમના મિત્ર પ્રમોદ જાદવે ગૌરવ સાધ (રહે. આઝાદ નગર, ઇસ્ટ દિલ્હી) સાથે મુલાકાત કરાવી હતી. ત્યારે ગૌરવે કહ્યું કે, તે અને તેની પત્નીનો દિલ્હીમાં મોટો કારોબાર છે. તેને ઉધારમાં માલ આપશે તો વેપારી ધારાધોરણ અનુસાર 60 દિવસમાં પેમેન્ટ કરી દેશે. પ્રતિકને તેના પર વિશ્વાસ થઈ ગયો હતો. તેથી ટ્રાન્સપોર્ટથી માઇક્રો કાપડનો માલ દિલ્હી મોકલી આપ્યો હતો. ત્યાર બાદ ગૌરવે સમય પર પેમેન્ટ કર્યું ન હતું. પ્રતિકે ઘણા ફોન કર્યા અને રૂબરૂ દિલ્હી પણ જઈ આવ્યા હતા પણ નાણાં ન આપતા પ્રતિકે મહીધરપુરા પોલીસમાં ગૌરવ વિરુદ્ધ છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...