ક્રાઇમ:જે.જે માર્કેટના વેપારી સાથે રૂ. 5.80 લાખની છેતરપિંડી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • આરોપીએ ઉધારીમાં માલ લઈ ઉઠમણું કર્યું
  • 30 દિવસમાં પેમેન્ટનો વાયદો કર્યો હતો

મેટ્રો ટાવર માર્કેટના વેપારીએ જે.જે માર્કેટના વેપારી પાસેથી ઉધારમાં કાપડ ખરીદ્યા બાદ રૂપિયા નહીં ચૂકવી રૂપિયા 5.80 લાખ રૂપિયાની છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર, ભટાર ચાર રસ્તા પાસે રવિ શંકર સંકુલમાં આવેલા સત્ય બિલ્ડિંગમાં રહેતા અશોક મદનલાલ પુગલીયા જે.જે. એસી માર્કેટમાં કાપડનો વેપાર કરે છે.

દોઢેક વર્ષ પહેલા તેઓએ ઉધારમાં આરોપી વેપારી મનીષકુમાર બસેરાને રૂપિયા 5.80 લાખનું કાપડ આપ્યું હતું. મનીષકુમારે 30 દિવસમાં પેમેન્ટ આપવાનો વાયદો કર્યો હતો. મૂળ રાજસ્થાનના ભીલવાડાનો મનીષકુમાર બસેરા મેટ્રો ટાવર માર્કેટમાં વેપાર કરતો હતો.

મનીષકુમારે સમયપર પેમેન્ટ ન કરતા અશોકે પેમેન્ટ માંગ્યું હતું. મનીષકુમારે ઉશ્કેરાઇને અશોકને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ મનીષકુમારે દુકાન અને ફોન બંધ કરીને ઉઠમણું કર્યું હતું. અશોક પુગલીયાએ મનીષકુમાર વિરુદ્ધ સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...