દારૂનું મોટું નેટવર્ક ઝડપાયું:સુરતમાં વીડિયો થિયેટરના ગોડાઉનમાંથી 28 લાખનો 550 પેટી વિદેશી દારૂના જથ્થા સાથે બે ઝડપાયા

સુરત3 મહિનો પહેલા
વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરો અને હેરાફેરી સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો.
 • પોલીસ દ્વારા 16 જેટલા આરોપીઓને વોન્ટેડ જાહેર કરાયા
 • 30 અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો મળી

સુરત ગુજરાતમાં દારૂબંધીની વાતો પોકળ સાબિત થઈ રહી હોય એમ લાગી રહ્યું છે. સુરત પોલીસે વિદેશી દારૂનો મોટું નેટવર્ક ધરાવતા બેને ઝડપી પાડ્યા છે. મહિધરપુરા પોલીસે રૂપિયા વીડિયો થિયેટરના ગોડાઉનમાંથી 28 લાખની કિંમતનો 550 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરો અને હેરાફેરી સાથે સંકળાયેલા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. 30 અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો સાથે બે ઝડપાતા આગળની તપાસ હાથ ધરાઈ છે. જ્યારે 16ને વોન્ટેડ જાહેર કરાયા છે.

પોલીસે બાતમી આધારે રેડ કરી
મહિધરપુરા પોલીસે જણાવ્યું હતું કે, ટોરેન્ટ પાવર પાસેના એક વીડિયો થિયેટરના ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હોવાની બાતમીના બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી. પોલીસને 28 લાખના વિદેશી દારૂની 550 પેટી 30 અલગ અલગ બ્રાન્ડની મળી આવી હતી.

વીડિયો થિયેટરના ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો.
વીડિયો થિયેટરના ગોડાઉનમાં લાખો રૂપિયાનો વિદેશી દારૂ છુપાવવામાં આવ્યો હતો.

ગોવાથી દારૂ લાવવામાં આવ્યો હતો
વધુમાં જણાવ્યું હતું કે, આ દારૂ ગોવા ખાતેથી લાવવામાં આવ્યો હોવાનું હાલ પ્રાથમિક જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ સુરતના અલગ અલગ વિસ્તારમાં આ દારૂનો જથ્થો પહોંચાડવાની તૈયારીઓ ચાલી રહી હતી. વિદેશી દારૂના મસમોટા નેટવર્ક પાછળ મોટા માથાઓના નામ હોવાની પણ આશંકા દેખાય રહી છે. હાલ બે પકડાયા છે અને 16ને વોન્ટેડ જાહેર કરાયા છે.

વિદેશી દારૂની 550 પેટી 30 અલગ અલગ બ્રાન્ડની મળી આવી.
વિદેશી દારૂની 550 પેટી 30 અલગ અલગ બ્રાન્ડની મળી આવી.

દારૂનો જથ્થો પૂરો પાડનાર અને ખરીદનાર વોન્ટેડ આરોપીઓ

 • શંકર સિતારામ મોરે
 • નિતિન રહે દમણ
 • મુકેશભાઇ જી.આઇ.ડી.સી
 • ઘનશ્યામ મામા
 • ઉર્વીશ
 • કરણ
 • કેવિન શાહ
 • વિપુલ શાહ
 • કેયુર
 • સંતોષ
 • સીટી અડાજણ
 • પુજારા
 • નિકુંજ પટેલ અડાજણ
 • સંદીપ સિન્ડીકેટ
 • એમ એ ચેવલી શેરી
 • ચેતન ભાણો
અન્ય સમાચારો પણ છે...