શિક્ષણ:50 બેઠકો ખાલી રહેતાં 2 કોલેજે ડેવલપમેન્ટ ફી પાછી માંગી લીધી

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • 6 મહિના ચાલેલી પ્રવેશ પ્રક્રિયા બાદ પણ બેઠકો ખાલી
  • વાપી, તરસાડીની કોલેજોની યુનિવર્સિટી સમક્ષ માગણી

યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ પણ ઘણી બેઠકો ખાલી પડી છે ત્યારે હવે કેટલીક કોલેજમાં આખા ડિવીઝનમાં એક પણ વિદ્યાર્થી નોંધાયા નથી. આવી બે કોલેજોએ ખાલી રહેલા ડિવીઝન માટે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જમા કરાવેલી ડેવલોપમેન્ટ ફંડ જ પરત માંગી લીધા છે.નર્મદ યુનિવર્સિટીએ જાન્યુઆરીથી શરૂ કરેલી પ્રવેશ પ્રક્રિયા 6 મહિના સુધી ચાલી હતી. આ મેરેથોન પ્રવેશ પ્રક્રિયા બાદ પણ ઘણી કોલેજોમાં બેઠકો ખાલી રહી હતી. ત્યારબાદ યુનિવર્સિટીએ તમામ કોલેજને પ્રવેશ આપવાની પરવાનગી આપવામાં આવી હતી.

આમ છતા બેઠકો ખાલી રહેતા કોલેજ સંચાલકોની હાલત કફોડી થઇ છે. વાપીની કે.બી.એસ. કોમર્સ એન્ડ નટરાજ પ્રોફેશનલ સાયન્સ કોલેજમાં એમ.એસસી માઇક્રોબાયલોજી વિષયમાં ૫૦ બેઠકો એટલે આખુ ડિવીઝન ખાલી રહ્યું હતું. તેવી જ રીતે તરસાડીની સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમ.એસસી કેમેસ્ટ્રી (ઓર્ગેનિક)માં પણ ૫૦ બેઠકો ખાલી રહી હતી.

આખા ડિવીઝન ખાલી રહેતા કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં જમાં કરવામાં આવેલા ડેવલોપમેન્ટ ફંડ ફોર એફીવીએશન ફી પરત આપવા માટેની માંગણી કરવામાં આવી છે. જ્યારે ડિવીઝન જ ન હોય તો ફી કેમ ચુકવવી એવા પ્રશ્ન ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનિય છેેકે, યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાના કારણે મોટા ભાગના અભ્યાસક્રમોમાં બેઠકો ખાલી રહી છે.

યુનિવર્સિટીના એમકોમ ઇવનિંગ બેચ પણ ખાલી
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા નોકરિયાત વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની તક મળી શકે તે માટે કોમર્સ વિભાગના એમ.કોમ અભ્યાસક્રમ ૨૦૨૨-૨૩માં બોયઝ માટે સેમેસ્ટર-૧ની ઇવનિંગ બેચ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. જ્યારે ગર્લ્સ માટે આફટરનુનની બેચ શરૂ કરવાનો નિર્ણય લેવામાં હતો. જોકે ઇવનિંગ બેચમાં પુરતા વિદ્યાર્થી નહીં મળતા હવે આફટરનુન બેચ એટલે ગર્લ્સ બેચમાં બોઇઝને બેસવા દેવાની પરવાનગી આપવા માટે માંગણી કરવામાં આવી છે

કોર્સ તો શરૂ કરાયા પણ વિદ્યાર્થીઓ જ ન મળ્યા
બેઠકો એટલે આખુ ડિવીઝન ખાલી રહ્યું હતું. તેવી જ રીતે તરસાડીની સાયન્સ એન્ડ કોમર્સ કોલેજમાં એમ.એસસી કેમેસ્ટ્રી (ઓર્ગેનિક)માં પણ ૫૦ બેઠકો ખાલી રહી હતી. આખા ડિવીઝન ખાલી રહેતા કોલેજ દ્વારા યુનિવર્સિટીમાં જમાં કરવામાં આવેલા ડેવલોપમેન્ટ ફંડ ફોર એફીવીએશન ફી પરત આપવા માટેની માંગણી કરવામાં આવી છે. જ્યારે ડિવીઝન જ ન હોય તો ફી કેમ ચુકવવી એવા પ્રશ્ન ઉભો થયો છે. અત્રે ઉલ્લેખનિય છેેકે, યુનિવર્સિટીની પ્રવેશ પ્રક્રિયાના કારણે મોટા ભાગના અભ્યાસક્રમોમાં બેઠકો ખાલી રહી છે.

અન્ય સમાચારો પણ છે...