યુપી-બિહારના મેટ્રોપોલિટન શહેરોમાં હત્યાના બનાવ દિવસે દિવસે ઘટી રહ્યા છે તો મિની ભારત ગણાતા ડાયમંડ સિટી સુરતમાં વધી રહ્યા છે. સુરત જાણે યુપી-બિહારને ટપી ગયું છે. NCR (નેશનલ ક્રાઇમ રેકોર્ડ)ના 3 વર્ષના ડેટાની વાત કરીએ તો દેશના 19 મેટ્રોપોલિટન શહેરોમાં હત્યાના બનાવોમાં સુરત 5મા ક્રમે છે.
દેશમાં સૌથી વધુ હત્યા દિલ્હી, મુંબઈ, ચેન્નાઇ, બેગલુરુ અને સુરતમાં થાય છે. ગુજરાતમાં 3 વર્ષમાં સૌથી વધારે હત્યા સુરતમાં થઈ છે. મેટ્રોપોલિટન શહેરોમાં 2021માં જે હત્યાઓ થઈ તેમાં અંગત અદાવતમાં દિલ્હી પછી સૌથી વધારે સુરતમાં છે. 2021માં સુરતમાં 125 હત્યા પૈકી 102 પુરુષ અને 23 મહિલા છે. 18 વર્ષથી 45 વર્ષના 88 યુવક-15 યુવતીની સૌથી વધુ હત્યા થઈ છે.
3 વર્ષમાં 19 મેટ્રોમાં નોંધાયેલી હત્યામાં સુરત આ રીતે પાંચમુ
શહેર | 2019 | 2020 | 2021 |
દિલ્હી | 520 | 476 | 472 |
બેગલુરૂ | 210 | 191 | 162 |
ચેન્નાઈ | 177 | 160 | 164 |
મુંબઈ | 170 | 149 | 164 |
સુરત | 100 | 116 | 125 |
2021માં 19 મેટ્રોપોલિટન પૈકી સૌથી વધુ હત્યાવાળા ટોપ-10
ક્રમ | સીટી | રાજ્ય | હત્યા |
1 | દિલ્હી | દિલ્હી | 472 |
2 | મુંબઈ | મહારાષ્ટ્ર | 164 |
3 | ચેન્નાઈ | તમિલનાડુ | 164 |
4 | બેગલુરૂ | કર્ણાટક | 162 |
5 | સુરત | ગુજરાત | 125 |
7 | લખનઉ | યુપી | 104 |
8 | કાનપુર | યુપી | 48 |
9 | ગાઝિયાબાદ યુપી | 27 | |
10 | પટણા | બિહાર | 76 |
ચાર્જશીટ : 19 મેટ્રોપોલિટન શહેરોમાં ગુનેગારોને પકડી પાડીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી દેવામાં સુરત દેશમાં મોખરે
દેશના 19 મેટ્રોપોલિટન શહેરમાં ડાયમંડ સીટી સુરતમાં પોલીસ ગુનેગારોને પકડી પાડી કોર્ટમાં ચાર્જશીટ કરવામાં મોખરે છે. એનસીઆરના રિપોર્ટ પ્રમાણે દેશના 19 મેટ્રોપોલિટન શહેરમાં સુરત શહેરમાં વર્ષ 2021માં નોંધાયેલા 32097 ગુનાઓમાંથી 96.5 ટકા ગુનાઓની કોર્ટમાં ચાર્જશીટ કરી નાખી હતી.
નશીલા પદાર્થો સંબંધિત કડક કાર્યવાહી મામલે સુરત ટોચ પર
19 મેટ્રોપોલિટનમાં સુરતમાં નશીલા પદાર્થોમાં સોથી કડક કાર્યવાહી થઈ છે. જેમાં ડ્રગ્સ, દારૂ અને નાર્કોટિસ્કના 28474 કેસ છે. જ્યારે બીજા ક્રમે અમદાવાદમાં 16314 કેસ થયા છે.
બળાત્કાર સુરતમાં સૌથી ઓછા
2021માં સુરતમાં 52 બળાત્કાર થયા છે. દિલ્હીમાં 1232, જયપુર-503, મુંબઈ-366, ઈન્દોર-165, બેગલુરૂ-117, હૈદરાબાદ-116, નાગપુર-115, લખનઉ-97, પુના-96, અમદાવાદ-83, કોચીમાં 73 છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.