તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્વચ્છતા સર્વેક્ષણ-21:સિટીઝન ફિડબેકના 3 દિવસ બાકી,4.77 લાખ મત સાથે સુરત ત્રીજા ક્રમે

સુરત2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 31 માર્ચ સુધી ફિડબેક આપી શકાશે
 • સ્વચ્છતા ફિડબેકમાં અમદાવાદ, ઇન્દોર, બાદ સુરતનું સ્થાન

જાન્યુઆરીથી શરૂ થયેલા સિટીઝન ફિડબેકની છેલ્લી તારીખ 31 માર્ચ સુધી હોય હવે ગણતરીના માંડ ત્રણ દિવસ બાકી રહ્યાં છે, શહેરને પ્રથમ ક્રમે લાવવા માટે વધુ ને વધુ ફિડબૅક આપવાની પાલિકાએ અપીલ કરી છે. ગત વર્ષે બીજો ક્રમ મેળવ્યા બાદ પ્રથમ ક્રમ મેળવવા માટે તમામ કેટેગરીમાં માર્કસ મેળવવા પ્રયાસો પણ હાથ ધરાયા છે પરંતુ છેલ્લે પાલિકાનું ધ્યાન કોરોના પર જ રહેતાં ફિડબેકમાં સુરત ઘણું પાછળ રહી ગયું છે.

શરૂઆતમાં તો ઇન્દોર, અમદાવાદ કરતાં પણ સુરત ફિડબેકમાં આગળ હતું પરંતુ પ્રથમ સ્થાનથી દૂર થતું જઈ રહ્યું જણાઈ છે. કેમ કે હાલની સ્થિતિમાં 9,02,691 ફિડબેકથી અમદાવાદ સૌથી આગળ છે ત્યાર બાદ ઇન્દોર ના 7,17,061 ફિડબૅક છે અને પછી સુરતના 4,77,864 ફિડબૅક છે ત્યારે હજી ત્રણ દિવસમાં જો લોકો વધુ ને વધુ ફિડબૅક આપે તો શહેર આગળ આવી શકે તેમ છે.

4,77,864 સુરતીઓએ સ્વચ્છતા અંગેના પ્રતિભાવો ​​​​​​​આપ્યા ​​​​​​​​​​​​

શહેરએપ પરપોર્ટલ પરIVRકુલ
અમદાવાદ65,7768,36,90969,02,691
ઇન્દોર97,814617,45817897,17,061
સુરત1,40,1863,36,28213964,77,864
નવી મુંબઈ1,12,64189,98222,02,625

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પ્રમાણે મહેનત કરતા રહો. યોગ્ય પરિણામ પ્રાપ્ત થશે. યુવા વર્ગ પોતાના લક્ષ્ય પ્રત્યે ધ્યાન કેન્દ્રિત રાખે. સમય અનુકૂળ છે. તેનો ભરપૂર ઉપયોગ કરે. થોડો સમય અધ્યાત્મમા પસાર કરવાથી સુકૂન મળી શકે...

  વધુ વાંચો