દારૂની હેરાફેરી:સુરતમાં કડોદરા રોડ પરથી ભારતીય બનાવટના 2.37 લાખના દારૂ સાથે એક ઝડપાયો, બે વોન્ટેડ જાહેર

સુરત3 મહિનો પહેલા
દારૂ ભરેલા ટેમ્પો સાથે આરોપી ઝડપાયો.
  • દારૂ અને એક ટેમ્પો મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત

સુરતમાં કડોદરા રોડ પરથી ભારતીય બનાવટના 2.37 લાખના દારૂ સાથે એકને પોલીસે ઝડપી પાડ્યો હતો. પોલીસે દારૂ અને એક ટેમ્પો મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે બે આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસે બાતમી આધારે દારૂનો જથ્થો ઝડપ્યો
પોલીસને મળેલી બાતમી આધારે કડોદરા સુરત રોડ લેન્ડમાર્ક માર્કેટની સામેથી આરોપી રાહુલ ઇશ્વરભાઇ આજગે (ઉ.વ.33 ધંધો:ડ્રાઈવીંગ રહે-ધ.નં,સી-34,કેસર ભવાની સોસાયટી, ગોડાદરા નહેર રોડ મહારાણા પ્રતાપ ચોક પાસે ગોડાદરા)ને પકડી પાડ્યો હતો. તેની પાસેથી ભારતીય બનાવટની ઇંગલિશ દારૂની અલગ અલગ બ્રાંડની નાની મોટલી કુલ બાટલીઓ નં-1416 કિ.રૂ 2,37,720 અને અતુલ શક્તિનો ટેમ્પો (GJ-05-BW-3746) કિ.રૂ-80,000/ અને મોબાઈલ નંગ-02 કિ.રૂ 10,000 મળી કુલ 3.27 લાખનો મુદ્દામાલ મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

દારૂ મંગાવનાર બે વોન્ટેડ જાહેર
પુણા પોલીસ સ્ટેશનમાં નોંધી આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે દારૂનો જથ્થો મંગાવનાર મોઇન અને ભરત નામના ઈસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. દારૂ ક્યાંથી અને ક્યાં આપવાનો હતો અ અંગે પોલીસ પૂછપરછ કરી રહી છે.