એજ્યુકેશન:કોમર્સની પરીક્ષામાં પહેલા દિવસે છાત્રોની પાંખી હાજરી

સુરતએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીર નર્મદ યુનિવર્સિટીની અંડર અને પોસ્ટ ગ્રેજ્યુએટની કોમર્સની એક્સર્ટનલની પરીક્ષાના પહેલા દિવસે વિદ્યાર્થીઓની ઓછી હાજરી દેખાઈ હતી. જે અંગે યુનિવર્સિટીના સૂત્રોએ કહ્યું કે, મોટાભાગના વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષામાં બેસનાર હોય હાજરી ઓછી દેખાય છે. બી.કોમમાં પહેલા વર્ષના 3581, બીજા વર્ષના 1590 અને ત્રીજા વર્ષના 1085 વિદ્યાર્થીઓ પરીક્ષામાં હાજર રહેનાર હતા. તેવી જ રીતે એમ.કોમમાં પહેલા વર્ષના 1765 અને બીજા વર્ષમાં 1068 વિદ્યાર્થી હાજર રહેનારા હતા.પણ પહેલા દિવસે 30થી 40% ગેરહાજરી જોવા મળી.28 સપ્ટેમ્બરથી બી.એ અને એમ.એના એક્સર્ટનલ કોર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે. આ પરીક્ષામાં પણ ઓછી હાજરી દેખાય શકે છે.

અન્ય સમાચારો પણ છે...