તાપમાન:વાદળછાયા વાતાવરણ વચ્ચે 20 કિમીની ઝડપે પવન ફુંકાતાં ગરમી ઘટી, આગામી બે દિવસમાં છુટોછવાયો વરસાદ પડશે

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી આગામી બે દિવસમાં રાજ્યના અલગ અલગ વિસ્તારમાં છુટોછવાયો વરસાદ પડશે

ગુરુવારે શહેરમાં દિવસ દરમિયાન વાદળછાયા વાતાવરણ વચ્ચે લોકોએ ભારે ઉકળાટ અનુભવ્યો હતો. જોકે,બપોરબાદ 20 કિમીની ઝડપે પવન ફુંકાતા લોકોએ રાહત અનુભવી હતી. શહેરમાં પડી રહેલા અસહ્ય તાપ વચ્ચે વેસ્ટર્ન ડિસ્ટબર્નના કારણે ગુરુવારે વાતાવરણમાં પલટો આવ્યો હતો. શહેરમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમીનો પારો 34 ડિગ્રી સુધી રહેતા લોકોએ ભારે બફારાનો અહેસાસ કર્યો હતો.

હવામાન વિભાગના જણાવ્યા મુજબ શહેરનું મહત્તમ તાપમાન 34.0 ડિગ્રી જ્યારે ન્યૂનતમ તાપમાન 28.8 ડિગ્રી નોંધાયું હતું., હવામાં ભેજનું પ્રમાણ 073 ટકા જ્યારે હવાનું દબાણ 1003.3 મિલીબાર રહ્યું હતું. બપોર બાદ સાઉથ વેસ્ટ દિશામાંથી 20 કિમીની ઝડપે પવનો ફુંકાતા લોકોને થોડી રાહત મળી હતી. આગામી 48 કલાકમાં રાજ્યાના કેટલાક વિસ્તારોમાં છુટો છવાયો હળવો વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

અન્ય સમાચારો પણ છે...