તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જન્માષ્ટમી સ્પેશિયલ:સુરતમાં બાળગોપાલ 5 કિલોના ચાંદીના પારણાંમાં ઝૂલશે, ભગવાન કૃષ્ણની ભક્તિની સાથોસાથ ભક્તોનું ઇન્વેસ્ટમેન્ટ

સુરતએક મહિનો પહેલા
  • ચાંદીનું પારણું 5 કારીગરોએ એક મહિનાની સતત મહેનત બાદ તૈયાર કર્યું
  • બજારમાં પાંચસોથી લઈ પાંચ લાખ સુધીની કિંમતના ચાંદીના પારણાં

આઠમની રાત્રે ભગવાન કૃષ્ણના જન્મોત્સવને અનોખો બનાવવા સુરતના એક વેપારીએ જ્વેલર્સ પાસે 5 કીલો ચાંદીનું પારણું બનાવ્યું છે. બાળરૂપને હીચકામાં ઝૂલાવી ભગવાન કૃષ્ણને ખુશ કરવાનો પ્રયત્ન કરવા કૃષ્ણ ભક્ત વેપારીએ પારણું બનાવડાવ્યું છે. આ વર્ષે પ્રતિકાત્મક રૂપથી લઈને પાંચ કિલો સુધીના ચાંદીના પારણાની ડિમાન્ડ જોવા મળી રહી છે. 5 કિલો ચાંદીના પારણા માં રજવાડી કલાકારી આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.

નવજાત બાળકોને ઝૂલાવવામાં આવતા પારણા જેવી જ સાઈઝ અને આકારના હીંચકામાં ભગવાન કૃષ્ણના જન્મોત્સવ નિમિત્તે ભગવાનની પ્રતિમા મૂકીને પૂજા અર્ચના કરી જન્માષ્ટમીને અનોખી બનાવવાની તૈયારી કરાઈ રહી છે. એટલું જ નહીં પણ 20 કિલો સુધીનું આ પારણું વજન ઉપાડી શકે એવું જ્વેલર્સ હિરેનભાઈ ચોક્સીએ જણાવ્યું છે.

સામાન્ય જન્મેલા બાળકનો હીંચકો હોય છે તે જ રીતે હીંચકો તૈયાર કરવામાં આવ્યો છે.
સામાન્ય જન્મેલા બાળકનો હીંચકો હોય છે તે જ રીતે હીંચકો તૈયાર કરવામાં આવ્યો છે.

ચાંદીના ભાવમાં ઘટાડો થતા ચાંદીના પારણાંની ડિમાન્ડમાં વધારો
દીપક ચોક્સી (જ્વેલર્સ) એ જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણના જન્મોત્સવ અંગે ભાવિક ભક્તોમાં આ વર્ષે ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જન્માષ્ટમીને અનોખી બનાવવા લોકો પૂર્વ તૈયારીઓના ગ્રાફિક્સ બનાવી રહ્યા છે. આ વખતે ચાંદીના ભાવમાં ઘટાડો થતાં ચાંદીના ઝુલાની ડિમાન્ડ જોવા મળી રહી છે. આ જ કારણ છે કે પાંચસો રૂપિયાથી લઈને સવા પાંચ લાખ રૂપિયા સુધીના પારણાં બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે. રૂપિયા 80 હજાર પ્રતિ કિલો સુધીની ચાંદી 40 હજાર પ્રતિ કિલોની નીચી સપાટી ટચ કરી હાલ 65 હજાર પ્રતિ કિલોના ભાવે વેચાઈ રહી છે. ચાંદીના ભાવમાં આવનાર દિવસોમાં વધારો થઈ શકે છે. જેના કારણે હાલ ભાવ ઘટતાં એક બાજુ લોકો ભગવાન માટે પારણા ખરીદી રહ્યાં છે જેને એક સારા ઇન્વેસ્ટમેન્ટ તરીકે પણ લોકો જોઈ રહ્યાં છે.

પાંચસો રૂપિયાથી લઈને સવા પાંચ લાખ રૂપિયા સુધીના પારણાં બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે.
પાંચસો રૂપિયાથી લઈને સવા પાંચ લાખ રૂપિયા સુધીના પારણાં બનાવવાના ઓર્ડર મળી રહ્યા છે.

સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને પારણું બનાવ્યું
દીપક ચોક્સીએ વધુમાં જણાવ્યું હતું કે એક વેપારી દ્વારા પાંચ કિલો ચાંદીના પારણાં બનાવવા માટે ઓર્ડર આપવામાં આવ્યો છે. એક સામાન્ય જન્મેલા બાળકનો હીંચકો હોય છે તે જ રીતે હીંચકો તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં એક નવજાત બાળકને મૂકી શકાય તેટલી જગ્યા છે. સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને આ પારણું બનાવવામાં આવ્યું છે. જેમાં પાંચ કિલોથી વધુ ચાંદી લાગી છે. નક્શી માટે ખાસ રાજસ્થાની કારીગરોને આ ઓર્ડર આપવામાં આવ્યો હતો. રજવાડી કારીગરી પારણા ઉપર કરવામાં આવી છે જેથી તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.

સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને આ પારણું બનાવવામાં આવ્યું છે.
સાગના લાકડા પર ચાંદીનું કોટિંગ કરીને આ પારણું બનાવવામાં આવ્યું છે.

કૃષ્ણ જન્મજયંતિ બાદ બાળકના હીંચકા તરીકે પણ ઉપયોગમાં લઈ શકાય
વિરેનભાઈ ચોકસી (જવેલર્સ) એ જણાવ્યું હતું કે, દર વર્ષે જન્માષ્ટમીમાં કઈક ને કઈક અલગ ઓર્ડર આવતા જ હોય છે. આ વર્ષે તો વેપારીની ભક્તિને નમન કરવાનું મન થાય છે. લગભગ પહેલીવાર આવું પારણું બનાવવામાં આવ્યું છે જેનો બન્ને રીતે ઉપયોગ થઈ શકે છે. કૃષ્ણ જન્મજયંતિ બાદ એક બાળકના હીંચકા તરીકે પણ વપરાશમાં લઈ શકાય છે. સૌથી મહત્વની વાત એ છે કે રોકાણની દ્રષ્ટિએ સૌથી સરસ વિચાર કહી શકાય છે. આ પારણું સાડા ત્રણ ફૂટની લંબાઈ અને સવા ચાર ફૂટની પહોળાઈ ધરાવે છે અને 20 કિલો સુધીનું વજન ઉપાડી શકે છે. પ્યોર સાગના લાકડામાંથી બનેલા પારણા પર 5 કિલો ચાંદીની પરખ ચઢાવવામાં આવી છે. આ પારણું 5 કારીગરોએ એક મહિનાની સતત મહેનત બાદ તૈયાર કર્યું છે.

રજવાડી કારીગરી પારણા ઉપર કરવામાં આવી છે જેથી તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.
રજવાડી કારીગરી પારણા ઉપર કરવામાં આવી છે જેથી તે ખૂબ જ આકર્ષક લાગી રહ્યું છે.
અન્ય સમાચારો પણ છે...