તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રની 'રમત'!:સુરતીઓ આજે માત્ર 40 સેન્ટર પર જ મળશે કોરોના વેક્સિન, જાણો સેન્ટરનું સંપૂર્ણ લિસ્ટ

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ તરફ લોકોને પરાણે વળવું પડે તેવી સ્થિતિ

સરકાર પાસેથી વેક્સિનની સપ્લાય આવી રહી નથી અને સેન્ટરો પર લોકોના ધરમના ધક્કા વધી ગયા હોય વેક્સિનેશન વગર જ જવાનો વખત આવતાં રોષ ફેલાયો છે. સુરતમાં આજે માત્ર 40 સેન્ટરો પરથી જ વેક્સિન આપવામાં આવશે તે પ્રત્યેક સેન્ટરો પર 75 લોકોને જ આપવામાં આવશે તેથી માંડ 3 હજારને જ રસી મુકાશે.

લોકો સાથે તંત્રની 'રમત'!
21 જૂનથી રસીકરણ મહાઅભિયાનની શરૂઆત બાદથી વેક્સિનની રામાયણમાં શરૂ થઈ છે. મહાઅભિયાનનો પણ સાત જ દિવસમાં ફિયાસ્કો થઈ ગયો હતો. અડધો અડધ સેન્ટર બંધ કરી દેવાની ફરજ પડી હતી. ત્યારબાદ પાલિકા દ્વારા રસીના સ્ટોક પ્રમાણે વેક્સિનેશન સેન્ટરમાં વધારો કરવામાં આવ્યો હતો. જોકે, હવે તો માત્ર 3000 રસીનો સ્ટોક જ વધ્યો છે. જેને પગલે એક જ દિવસમામાં 75 ટકા વેક્સિનેશન સેન્ટર બંધ કરી દેવાની ફરજ પડી છે. ગત રોજ 172 સેન્ટર પર વેક્સિન અપાઈ હતી. જ્યારે આજે માત્ર 40 સેન્ટર પર જ વેક્સિન આપવામાં આવી રહી છે.

રસીની અછતથી લોકો પરેશાન
રસીનો સ્ટોક પ્રમાણે જ પાલિકા આરોગ્ય વિભાગ વેક્સિનેશનની વ્યવસ્થા કરી રહ્યું છે. આજે 3 હજાર ડોઝ પૂર્ણ થયા બાદ રસીના સ્ટોકના અભાવે બુધવારે વેક્સિનેશન બંધ રાખવું પડે તેવી સ્થિતિ હોવાનું આરોગ્ય વિભાગ જણાવી રહ્યું છે. તો બીજી તરફ ખાનગી હોસ્પિટલોમાં રસીકરણ તરફ લોકોને પરાણે વળવું પડે તેવી સ્થિતિ નિર્માણ થઈ રહી છે.

ગત રોજ 18604 લોકોને રસી મુકાઈ
છેલ્લા ઘણા દિવસોથી સરકાર દ્વારા વેક્સિનનો જોઇએ તેટલો સ્ટોક આપવામાં આવતો નથી. જેને પગલે ઓછું વેક્સિનેશન થાય છે. સોમવારે 18604 લોકોને રસી મુકવામાં આવી હતી. જેમાં સરકારી સેન્ટરોમાં 17658 જ્યારે પ્રાઇવેટમાં 946 લોકોને રસી અપાઇ હતી. આમાં પણ પ્રથમ ડોઝવાળા 10804 લોકોને રસી મળી હતી. જ્યારે 7800 લોકોએ બીજો ડોઝ મુકાવ્યો હતો. સૌથી વધુ વેક્સિનેશન અઠવા ઝોનમાં 3145 લોકોમાં થયું હતું. જ્યારે સૌથી ઓછું ઉધના ઝોનમાં માત્ર 2010 લોકોમાં થયું હતું.