બિઝનેસમાં ઈફેક્ટ:લોકડાઉનમાં તમામ નિયમોનું પાલન કરીશું જીમ-ડ્રાઈવિંગ સ્કૂલ ચાલુ કરવા મંજૂરી આપો

સુરત3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • કોરોનાના માહોલમાં ફિટનેસ ખૂબ જરૂરી હોવાથી સીએમને રજૂઆત કરાઈ

લોકડાઉનમાં તમામ ઉદ્યોગોને નુકસાન થયું છે. એવામાં ફિટનેસ ઈન્ડસ્ટ્રી પણ બચી નથી. ત્યારે વિવિધ નિયમો પાળવાની બાંયધરી સાથે જીમ અને હેલ્થ ક્લબ્સને ઝડપથી શરૂ કરવા પરવાનગી આપવા માંગ ઊઠી છે. સ્થાનિક જીમ ઓનર્સનું કહેવું છે કે, કોરોનાએ ફિટનેસ ઈન્ડસ્ટ્રી માટે તક સર્જી છે. શહેરના જીમ જિમનેશનના હર્ષલ પાટીલ જણાવે છે કે, કોરોના પેન્ડેમિકના કારણે ઊભી થયેલી પરિસ્થિિતમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના જાહેર થયેલા એક સર્વેમાં મહત્ત્વની વાત બહાર આવી છે કે, જેનું બીએમઆઈ(બોડી માસ્ક ઈન્ડેક્સ) 25થી ઓછું હોય તેવા લોકોને કોરોના થવાનું પ્રમાણ વધી જાય છે, ભારતની વાત કરવામાં આવે તો લોકડાઉનના ચાર તબક્કામાં છેલ્લા 60થી દિવસોથી જીમ ઇન્ડસ્ટ્રી બંધ છે અને મોટાભાગના ઓનર્સ જીમ ચાલુ કરવાની તરફેણ કરી રહ્યા છે. ત્યારે આવનારા દિવસો જીમ ઇન્ડસ્ટ્રી માટે મોટા પડકારો ઊભા થવાના છે. જેમાં મુખ્યત્વે ભાડું, ઈલેક્ટ્રીસિટી, સ્ટાફનો પગાર અને ઈન્સ્ટ્રમેન્ટનું મેઈન્ટેનેન્સ છે. શહેરમાં સારા કહીં શકાય તેવા 100થી 150 જીમ છે. આ જીમ 6થી 10 હજાર સ્કે.ફૂટના વિસ્તારમાં આવેલા હોઈ છે.

જેમને માસિક ખર્ચ 5થી 7 લાખ હોઈ છે. આ તમામ ખર્ચને પહોંચી વળવા સરકાર તરફ ભાડાની સબસિડી, 60 દિવસની ઈલેક્ટ્રીસિટી બિલમાં રાહત માટે રજૂઆત છે. જીમ ઓનર્સ એસોસિએશન ઓફ ગુજરાતના જનરલ સેક્રેટરી બ્રિજેશ જોષી જણાવે છે કે, વરસાદ શરૂ થશે એટલે આઉટડોર એક્ટિવિટી બંધ થશે અને લોકો જીમ તરફ આકર્ષાશે. ઓનલાઈન ક્લાસિસ લોકોએ આપવા પ્રયત્ન કર્યા છે પરંતુ તે પૂરતા પ્રમાણમાં કારગત નીવડ્યા નથી. એવામાં ફિટનેસ ક્લબનો કોઈ વિકલ્પ નથી. ત્યારે અમે સીએમ રૂપાણીને શરૂઆતના દિવસોમાં ફિટનેસ ઈન્ડસ્ટ્રિઝને સહાય માટે રજૂઆત કરી છે. આ સાથે જીમમાં આવતાં મેમ્બર્સ-સ્ટાફનું રોજ સ્ક્રિનિંગ, જીમમાં સોશિયલ ડિસ્ટન્સિંગની તકેદારી, જીમમાં એક સમયે મર્યાદિત મેમ્બર્સને એન્ટ્રી સહિતના પગલાંઓ લેવા પણ તૈયારી છે. જીમ ઓનર્સ એસો. ઓફ ગુજરાતે સાંસદ પાટીલને જીમ શરૂ કરવા રજૂઆત કરી છે.

  • જીમ ઓનર્સ એસોસિએશન દ્વારા કરવામાં આવેલી રજૂઆત
  • જીએસટી અને લાઈટ બિલમાં 1 વર્ષ સુધી રાહત
  • જીમ ફરીથી શરૂ થાય તે માટે ભાડામાં સબસિડી કે રાહત
  • પ્રોપર્ટી ટેક્સ અને ઈન્કમ ટેક્સમાં છુટછાટ
  • જે જીમ ઓનર્સની લોન ચાલુ છે તેમને વ્યાજમાં 6 માસ સુધીની રાહત આપવી

કાર ડ્રાઇવિંગ ટ્રેનિંગ સ્કૂલ ઓનર્સ એસો.એ કાર શીખવવાની મંજૂરી માંગી
લોકડાઉનમાં કાર ડ્રાઇવિંગ સ્કૂલોને મંજૂરી આપવા રજુઆત કરાઈ છે. લોકડાઉનમાં સવારે 8 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી નોન કન્ટેન્ટમેન્ટ ‌વિસ્તારમાં દુકાનો ખોલવાની છુટછાટ છે. જેને પગલે ધી સુરત મોટર ડ્રાઇવ‌િં‌ગ ટ્રે‌નિંગ સ્કૂલ ઓનર્સ એસો‌સિએશનના પ્રમુખ રાજુ શાહે સુરત આરટીઓ ‌ડી.કે.ચાવડાને અરજી કરી ટ્રે‌નિંગ સ્કૂલ છુટવાના સમયે શરૂ કરવાની મંજુરી માંગી હતી.જે ‌વિસ્તારમાં કોરોનાના કેસ ઓછા છે અને તંત્ર દ્વારા જાહેર કરાયેલા નોન કન્ટેન્ટમેન્ટ ‌વિસ્તારમાં આવતી મોટર ટ્રે‌નિંગ સ્કૂલને શરૂ કરવા માંગ કરાઈ છે. 

અન્ય સમાચારો પણ છે...