પહેલો સીરો સર્વે:સુરતમાં લોકોની એન્ટીબોડી જાણવા કરાશે સર્વે, કોરોના સામેની લડાઈમાં ખૂબ જ લાભકારક બની રહેશે

સુરત4 મહિનો પહેલા
પ્રતિકાત્મક તસવીર.
  • સુરત કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ત્રીજી લહેરની દહેશતને જોતા સક્રિય થઇ ગયું છે

સુરત શહેર જિલ્લામાં કોરોનાના કેસ એક ડિઝિટમાં આવી ગયા છે. ત્યારે કોર્પોરેશન દ્વારા કોરોના સંક્રમણની ત્રીજી લહેરની દહેશતને જોતા સક્રિય થઇ ગયું છે. જેના માટે શહેરમાં સીરો સર્વે હાથ ધરવામાં આવશે. સીરો સર્વે લોકોની એન્ટીબોડી જાણવા માટે સર્વે કરવામાં આવતો હોય છે. કોરોના સંક્રમણને રોકવા માટે આ પ્રકારના સર્વે ખૂબ જ મદદરૂપ પુરવાર થાય છે. લોકોની એન્ટીબોડી અંગેની તમામ માહિતી મેળવીને કોરોના સંક્રમણ નિયંત્રણમાં લાવવા માટે તે દિશામાં નક્કર કામગીરી થઇ શકે છે. આ સર્વેને ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે. જેના આધારે વ્યક્તિની શારીરિક સ્વસ્થતા અંગે ઊંડાણપૂર્વકની માહિતી મળે છે.

સેમ્પલો ભેગા કરીને સમગ્ર શહેરનો સર્વે
સીરો સર્વે સંપૂર્ણપણે વૈજ્ઞાનિક ઢબે કરવામાં આવતો સર્વે છે. જેમાં કોરોનાકાળ દરમિયાન કેટલા લોકોમાં એન્ટિબોડી બની છે કે કેમ તેમજ અન્ય ઘણી બધી વિગતો આ સર્વે દ્વારા મેળવી શકાય છે. સુરત કોર્પોરેશન દ્વારા કેટલાક ચોક્કસ સંખ્યામાં સેમ્પલો ભેગા કરીને સમગ્ર શહેરનો એન્ટીબોડી અંગેનો સીરો સર્વે શરૂ કરવામાં આવ્યો છે.

50 જેટલા ક્લસ્ટર આડેન્ટીફાય કરવામાં આવશે.
50 જેટલા ક્લસ્ટર આડેન્ટીફાય કરવામાં આવશે.

દરેક ક્લસ્ટરમાંથી 34 જેટલા સેમ્પલ લેવામાં આવશે
કોર્પોરેશન દ્વારા જે સીરો સર્વે માટેના સેમ્પલ લેવામાં આવનાર છે તે અંગેની કામગીરી એક સપ્તાહમાં પૂર્ણ કરવાનો નિર્ણય કરાયો છે. 50 જેટલા ક્લસ્ટર આડેન્ટીફાય કરવામાં આવશે. દરેક ક્લસ્ટરમાંથી 34 જેટલા સેમ્પલ લેવામાં આવશે. 50 ટીમ તૈયાર કરવામાં આવી છે. જેમાં લેબ ટેક્નિશિયન, મોટીવેટર, સુપરવાઇઝર સહિતના અન્ય સ્ટાફ રહેશે.

સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગર.
સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગર.

50 ટીમ બનાવીને 1800 જેટલા સેમ્પલ લેવામાં આવશે
સુરત કોર્પોરેશનના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે જણાવ્યું કે સીરો સર્વેની કામગીરી સુરત સહિત અન્ય ચાર જિલ્લાઓમાં પણ શરૂ કરવામાં આવી છે. 50 ટીમ બનાવીને 1800 જેટલા સેમ્પલ લેવામાં આવશે. તમામ જૂથોને ધ્યાનમાં રાખીને જે લોકોના એન્ટિબોડી ચેક કરવાના છે તેઓની ઓળખ પણ અમે કરી લીધી છે. તેના આધારે એક સપ્તાહના સમયમાં અમે સીરો સર્વે પૂર્ણ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.