• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Textile Market Will Be Closed For 1 Day In The Form Of Token In Protest Of GST Increase In Surat, There Is No Question Of Politics Or Political Interest: Fosta

પાટીલને ફોસ્ટાનો જવાબ:સુરતમાં GST વધારાના વિરોધમાં ટેક્સટાઈલ માર્કેટ ટોકન સ્વરૂપે 1 દિવસ બંધ રહેશે, રાજકારણ કે રાજકીય હિતનો પ્રશ્ન જ નથી: ફોસ્ટા

સુરત6 મહિનો પહેલા
  • કૉપી લિંક
સુરત ટેક્સટાઈલ માર્કેટની ફાઈલ તસવીર. - Divya Bhaskar
સુરત ટેક્સટાઈલ માર્કેટની ફાઈલ તસવીર.
  • ભાજપ પ્રદેશ પ્રમુખ પાટીલે કહ્યું હતું કે, માર્કેટના આંદાલન પાછળ રાજકીય પક્ષોનો હાથ હોય તેવું લાગે છે
  • સુરતમાં ફોસ્ટા દ્વારા આવતી કાલે 30 ડિસેમ્બરના રોજ તમામ ટેક્સટાઈલ માર્કેટ બંધ રાખવાનો નિર્ણય કરાયો છે

જીએસટીમાં વધારાના મુદ્દાને લઈને હવે રાજકીય ગરમાવો પણ આવી રહ્યો છે. એક તરફ સુરતના તમામ વેપારીઓ ટેક્સ્ટાઇલ મંત્રી દર્શના જરદોશ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ દિલ્હી ખાતે રજૂઆત કરી આવ્યા છે. પરંતુ હજુ સુધી કોઇ ઉકેલ ન આવતા હવે વેપારીઓ પોતાની માંગને ઉગ્ર બનાવી રહ્યા છે. એવી સ્થિતિમાં સીઆર પાટીલે આજે જણાવ્યું કે, કાપડ ઉદ્યોગના આંદોલન પાછળ રાજકીય પક્ષોનો હાથ હોય તેવું લાગે છે. જોકે, પાટીલને જવાબ આપતા ફોસ્ટા(ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઈલ ટ્રેડર્સ એસોસિએશન)એ જણાવ્યું હતું કે, ટેક્સટાઇલ ઉદ્યોગકારો દ્વારા સ્થાનિક નેતાઓ સાથે દિલ્હીમાં વારંવાર રજૂઆત કરી હતી કે જીએસટી યથાવત રાખવામાં આવે. આ મુદ્દે સી. આર. પાટીલ અને કેન્દ્રીય ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશ સાથે અમે રજૂઆત કરવા માટે ગયા હતા. આમાં કોઈ રાજકીય હિતનો પ્રશ્ન ઉભો થતો નથી કે આમાં કોઈ રાજકીય પશ્રોનો હાથ હોવાના મુદ્દાનો પણ પ્રશ્ન ઉભો થતો નથી. સીઆર પાટીલે ભલે કહ્યું હોય કે આમાં કોઈકનું રાજકીય હિત જોડાયેલું હશે પરંતુ એવી કોઈ શક્યતા અમને દેખાતી નથી.

માહોલ બગાડવાનો પણ કોઈ પ્રયાસ નથીઃ ફોસ્ટા મહામંત્રી
ફોસ્ટાના મહામંત્રી ચંપાલાલ બોથરાએ જણાવ્યું કે અમે શાંતિપૂર્ણ રીતે અમારી માગ તમામ પ્લેટફોર્મ ઉપર રાખી રહ્યા છે. ઘણા દિવસોથી શાંતિથી અમે લોકો બેઠા છીએ અને અમારો માહોલ બગાડવાનો પણ કોઈ પ્રયાસ નથી. પરંતુ જીએસટી કાઉન્સિલ સુધી અમારો મુદ્દો પહોંચે એ પણ એટલું જ જરૂરી છે. વારંવાર અમે સ્થાનિક સાંસદો સાથે જીએસટી કાઉન્સિલ સુધી આ વાત પહોંચાડી છે પરંતુ અમે 14 તારીખે પણ છેલ્લી બેઠક કરી હતી, ત્યારથી આજે 28 તારીખ સુધીમાં કોઈ યોગ્ય પ્રત્યુત્તર ન મળતા અમે તમામ માર્કેટો બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. જેમાં કોઈનો રાજકીય હિત હોય કે રાજકારણમાં પ્રવેશી ગયો હોય એવી કોઈ વાત નથી. અમે અમારા વેપાર રોજગારને ધ્યાનમાં રાખીને આ મુદ્દો અમારી રીતે ઉપાડી રહ્યા છે.

માગને મજબૂતાઈથી મુકવા માર્કેટ બંધ કરાશેઃ ફોસ્ટા પ્રમુખ
ફોસ્ટાના પ્રમુખ મનોજ અગ્રવાલે કહ્યું કે, ટેક્સટાઇલ ઉદ્યોગના મુદ્દાને લઈને શરૂઆતથી અત્યાર સુધી અમે માત્ર ટેક્સટાઈલ મંત્રી દર્શના જરદોશ અને સી.આર.પાટીલ સાથે જ ચર્ચા કરી રહ્યા છે અને એમના દ્વારા અને દિલ્હી સુધી રજૂઆત કરી રહ્યા છે. આવતીકાલે તમામ માર્કેટો બંધ રાખવા પાછળનો આશય માત્ર અમારી માગને મજબૂતાઈથી મુકવા પૂરતો છે. અમે કોઈ વેપારીઓ એકત્રિત થઈને વિરોધ પ્રદર્શન કે એવું કશું કરવાના નથી.

કોઈનું રાજકીય હિત હોય તેવું દેખાતું નથીઃ ફોસ્ટા પ્રવક્તા
ફોસ્ટાના પ્રવક્તા રંગનાથ શારદાએ જણાવ્યું કે અત્યાર સુધીમાં માત્ર આમ આદમી પાર્ટી દ્વારા એક આવેદનપત્ર જિલ્લા કલેક્ટરને આપવામાં આવ્યું હતું. જે એમની રીતે આપી આવ્યા હતા, અમારા કોઈ વેપારીઓ એમાં ન હતા. એને બાદ કરતાં અત્યાર સુધી સંપૂર્ણ રીતે માત્ર વેપારીઓ દ્વારા જ ઉદ્યોગના પ્રશ્ને મુકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જેમાં કોઈ પણ પ્રકારનું રાજકારણ પણ નથી થયું અને આમાં કોઈનું રાજકીય હિત હોય તેવું પણ દેખાતું નથી. આતો અમારા તમામ વેપારીઓની લાગણી હતી કે 28 તારીખ બાદ પણ હજી સુધી આ બાબતે જીએસટી કાઉન્સિલનો કોઈ હકારાત્મક જવાબ અમને મળ્યો નથી. જેના કારણે અમે માર્કેટ બંધ રાખીને શાંતિપૂર્ણ વિરોધ નોંધવાના છે.