તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આદેશ:પત્નીએ કોર્ટમાં પતિના ગર્લફ્રેન્ડ સાથેના લંડન ટૂરના ફોટા રજૂ કર્યા, ફોટા જોતાં જ મહિને 20 હજાર આપવા કોર્ટનો પતિને આદેશ

સુરત21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિએ ખાધાખોરાકી આપવા આનાકાની કરી હતી

બે સંતાનોની માતાએ પતિ સામે ફેમિલી કોર્ટમાં કરેલી ભરણપોષણની અરજીમાં યુટુબર્સ પતિને રૂપિયા 20 હજાર ચૂકવવા આદેશ કરાયો હતો. ચુકાદો આવે એના 6 દિવસ પહેલાં જ પતિએ વોટ્સએપ પર તલાક આપ્યા હતા. સુનાવણી દરમિયાન પતિએ દલીલ કરી હતી કે તે મહિને માત્ર 5 જ હજાર કમાઈ છે. જ્યારે અરજદાર તરફે એડવોકેટ કીર્તન સાલ્વીએ દલીલ કરી હતી કે જો આટલા જ કમાતા હોય તો લંડન સહિત વિદેશની ટૂર કેવી રીતે થઈ શકે. પત્નીએ પતિના ગર્લફ્રેન્ડ સાથેના લંડન ટૂરના ફોટા કોર્ટમાં રજૂ કર્યા હતા.

રાંદેરની બિલ્કિશના લગ્ન આ જ વિસ્તારના રઇશ (નામ બદલ્યાં છે) સાથે થયા હતા. તેમને બે બાળકો છે. પતિના અન્ય સ્ત્રી સાથે પણ સંબંધ હોવાનું જાણતા બિલ્કિશ પર ત્રાસ વધારી દેવાયો હતો. આથી પત્નીને બાળકો સાથે પિયર જવાની ફરજ પડી હતી. આ દરમિયાન અરજદારે પતિ, સાસુ અને નણંદ સામે ઘરેલું હિંસા સંબંધી કેસ કર્યો હતો.

કોર્ટમાં અરજદારના વકીલોની દલીલ હતી કે 5 હજાર જ કમાતા હોય તો લંડન, પેરિસ કેવી રીતે ફરી શકાય. ગર્લફ્રેન્ડ લંડન રહેતી હોય ગમે તેઓ ત્યારે વિદેશ જતા રહેતા હોવાની પણ દલીલો કરવામા આવી હતી. દલીલો બાદ કોર્ટે પતિને કુલ 20 હજારનું ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો હતો. જેમાં પત્ની માટે 15 હજાર અને ભાડા પેટે 5 હજાર નો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...