તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
શહેરના રૂદરપુરા લાપસીવાળાની ચાલમાં મહિલાનું ગળું દબાવી હત્યા કરાઈ હતી. પતિ સામે શંકાની સોય ટકાઈ છે. ગત 3 તારીખે બપોરે 29 વર્ષીય મનુબેન પ્રજાપતિ મૃત હાલતમાં ઘરમાંથી મળી હતી. પતિ દેવેન્દ્ર 108માં સ્મીમેર હોસ્પિટલમાં લઈ ગયો હતો. જયાં ફરજ પરના તબીબએ મૃત જાહેર કરી હતી. મહિલાના ગળા પર ઈજાના નિશાનો હોય ફોરેન્સીક પીએમ કરાતા ગળું દબાવી હત્યા કરી હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે એફએસએલની પણ મદદ લીધી છે. ઘરમાંથી તકીયા, દોરી સહિતનો સામાન કબજે કરી એફએસએલમાં મોકલી આપ્યો છે. મહિલાનાે પતિ સમોસા-કચોરીની સાઈકલ લારી ચલાવે છે.
ગત 3 તારીખે એકાદ વાગ્યાના અરસામાં મહિલાનો પતિ 4 વર્ષની પુત્રીને આઈસ્ક્રીમ ખાવા ઘર નજીક લઈ ગયો અને ઘરે 2 વર્ષનો પુત્ર માતા સાથે હતો. પતિ 20 મિનિટ પછી ઘરે આવ્યો હતો. ઘરનો દરવાજો અંદરથી બંધ હતો. દરવાજો ખખડાવવા છતાં પત્ની દરવાજો ખોલતી ન હતી. જેના કારણે પડોશીઓ ભેગા થતા પતિ પાછળની સાઇડથી અંદર જવા ગયાે એટલામાં 2 વર્ષના પુત્રએ દરવાજો અંદરથી ખોલી નાખ્યો હતો.
મહિલાની હત્યા થઈ છે પરંતુ હત્યા કોણે કરી અને કેવી રીતે કરી તે બાબતે પુરાવા મેળવવા પોલીસ માટે ચેલેન્જ છે. ભૂતકાળમાં મગદલ્લામાં થાઇ યુવતીની હત્યાનો અઠવાડિયા પછી ભેદ ઉકેલાયો હતો તેવો આ બનાવ કહી શકાય છે. પતિ જ હત્યારો હોય એવી આશંકા પોલીસને છે. પતિ 4-5 દિવસથી ધંધા પર જતો ન હતો. અઢી વર્ષ પહેલા દંપતી ભાડેથી રહેતા અને મૂળ યુપીના છે.
પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.