ચુકાદો:પત્નીએ આધારકાર્ડમાં ચેડા કરી છૂટાછેડા બતાવ્યા કોર્ટે પતિએ કરેલી ડિવોર્સની અરજી મંજૂર કરી દીધી

સુરતએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ‘પુત્રીના નામ પાછળથી પિતાને હટાવવાનો અર્થ પત્નીને લગ્નજીવનમાં રસ નથી’

લગ્નજીવનમાં પતિ-પત્ની વચ્ચેનો ખટરાગ ઘણીવાર એટલો વધી જાય છે કે સંસારનીગાડી પાટા પરથી ઉતરી જાય છે. બંને છુટા રહેવા માગતા હોય ત્યારે કોર્ટ ડિવોર્સ અરજી મંજૂર કરે એ જરૂરી હોય છે. આવા જ એક કેસમાં પતિથી 14 વર્ષથી અલગ રહેતી પત્નીનો કેસ ચાલી રહ્યો હતો તે દરમિયાન જ ખોટી એફિડેવિટના આધારે આધારકાર્ડમાંથી પતિનુંં નામ કઢાવી પિતાનું નામ લખાવી દીધું હતું.

આ રેકર્ડ જ્યારે કોર્ટમાં રજૂ કરાતાં કોર્ટે પતિ તરફથી કરાયેલી છૂટાછેડાની અરજી મંજૂર કરી દીધી હતી. પતિ તરફે એડવોકેટ પ્રીતિ જોષીએ દલીલો કરી હતી. આ કેસમાં કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ નોંધ્યું હતું કે, સગીર પુત્રી પાછળથી પિતાનું નામ કઢાવી નાંખવું એ બાબત પત્નીને લગ્નજીવન વિતાવવામાં રસ નથી એ સાબિત કરે છે.

14 વર્ષથી અલગ રહેતી પત્નીએ વાતચીતના સંબંધ પણ રાખ્યા ન હતા
પિયર ગયા બાદ પત્નીએ પતિ સાથે વાતચીત બંધ કરી દીધી હતી. દીકરીને પણ સાથે જ રાખી હતી. જેથી પતિએ કોર્ટમાં છૂટાછેડાની અરજી કરી હતી. આ તરફ પત્નીએ આધારકાર્ડમાંથી ખોટી એફિડેવિટ કરી પતિનું નામ હટાવી છૂટાછેડા બતાવી દીકરીના નામ પાછળથી પણ પિતાનું નામ કમી કરાવી દીધું હતું. આ સમગ્ર બાબત કોર્ટમાં રજૂ કરાતા લગ્ન ફરી પ્રસ્થાપિત ન થઇ શકે એમ જોતા છુટાછેડાની અરજી મંજૂર કરી હતી.

‘સમજાવટનું સરનામું’ યોજના
કૌટુંબિક સંઘર્ષ સહિતના કેસોનો નિકાલ કોર્ટની બહાર થાય એ માટે સરકારે ફેમિલી ફર્સ્ટ-સમજાવટનું સરનામું યોજના શરૂ કરી છે, જેમાં અધ્યક્ષપદે કલેકટર, સભ્ય સચિવ તરીકે જિલ્લા મહિલા-બાળ અધિકારી ઉપરાંત 6 સભ્યોની કમિટી છે.

હનીમૂન પરથી આવ્યા બાદ દંપતી વચ્ચે ઝઘડા શરૂ થયા હતા
​​​​​​​નાનપુરા ખાતે રહેતા રાકેશના લગ્ન સારિકા સાથે વર્ષ 2004માં થયા હતા. બંને હનિમૂન પર ગયા ત્યાં સુધી ઘરમાં સમજીને રહેતા હતા પરંતુ હનિમૂનથી આવ્યા બાદ ઝઘડા શરૂ થયા હતા અને આ દરમિયાન દંપતીને પુત્રી અવતરી હતી. નાની-નાની વાતમાં ઝઘડા થતા હતા અને ઘરનાં કામ કરવાથી પત્નીએ પણ ઇન્કાર કરી દીધો હતો. પત્ની પિયર જતી રહેતી તો પતિ તેડવા જતો હતો.

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...