તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હત્યા:દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો, અઠવાડિયા બાદ આરોપી પતિ રાજસ્થાનથી ઝડપાયો

સુરત5 મહિનો પહેલા
  • કૉપી લિંક
પોલીસે તપાસ કરતા મહિલાની લાશ કોથળામાં મળી આવી હતી. - Divya Bhaskar
પોલીસે તપાસ કરતા મહિલાની લાશ કોથળામાં મળી આવી હતી.
  • સવાર સવારમાં સૂતેલી હાલતમાં જ પત્નીનું દોરીથી ગળું દબાવી હત્યા કરી હતી

પુણાના મુક્તિધામ સોસાયટી વિસ્તારમાં અઠવાડિયા પહેલા પત્નીની હત્યા કરીને લાશને રૂમમાં સંતાડીને ભાગી જનાર આરોપી પતિની પુણા પોલીસે રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, દલાલો મારફત લગ્ન કરનાર યુવકને પત્નીએ માર મારતા પત્નીનું ગળું દબાવી હત્યા કરી, લાશ કોથળામાં પેક કરીને એક રાત સાથે ઉંઘ્યો હતો. ત્યારબાદ વતન રાજસ્થાન ભાગી ગયો હતો.

પોલીસ હત્યા બાદ ગાયબ પતિની શોધખોળ હાથ ધરી હતી.
પોલીસ હત્યા બાદ ગાયબ પતિની શોધખોળ હાથ ધરી હતી.

દલાલોને 3 લાખ રૂપિયા આપી લગ્ન કર્યા હતા
સુત્રોના જણાવ્યા અનુસાર મૂળ રાજસ્થાનના પાલી જિલ્લાનો નીમ્બાલી ગામનો વતની લીખારામ ઉર્ફ લક્ષ્મણ કેશારામ ચૌધરી હાલ સુરતમાં અર્ચના સ્કૂલ પાસે મુક્તિધામ સોસાયટીમાં મકાન નંબર 650ની ટેરેસવાળી રૂમમાં રહેતો હતો. તેના થોડા મહિનાઓ પહેલા જ દલાલોના માધ્યમથી કૌશલ્યા નામની યુવતી સાથે લગ્ન કર્યા હતા. તે માટે દલાલોનો ત્રણ લાખ રૂપિયા આપ્યા હતા. પરંતુ લગ્ન બાદ કૌશલ્યા લીખારામ સાથે સારૂ વર્તન કરતી ન હતી. અવાર-નવાર ઝગડાઓ કરતી હતી.

પત્નીની લાશને કોથળામાં પેક કરી એક રાત તેની સાથે પતિ સૂતો હતો.
પત્નીની લાશને કોથળામાં પેક કરી એક રાત તેની સાથે પતિ સૂતો હતો.

પત્નીએ માર મારતા અપમાન જેવું લાગતા પત્નીની હત્યા કરી નાખી
2-3 ડિસેમ્બરની રાત્રે કૌશલ્યાએ લીખારામને માર માર્યો હતો. તેથી લીખારામને અપમાન જેવું લાગતું હતું. તેના મનને આ વાત લાગી આવી હતી. તે આખી રાત સુતો ન હતો. સવાર-સવારમાં લીખારામે કૌશલ્યા સુતેલી હતી ત્યારે દોરીથી કૌશલ્યાનું ગળું દબાવી હત્યા કરી હતી. ત્યાર બાદ લાશને કોથળામાં પેક કરી દીધી હતી. ત્રણ તારીખની રાત્રે કોથળાને બાજુમાં રાખીને જ સૂઈ ગયો હતો. ચાર તારીખે સવારે તે લાશવાળો કોથળો ત્યાં જ મુકીને રૂમ ખાલી કરીને નાસી ગયો હતો. પુણા પોલીસે ગુનો દાખલ કરીને આરોપી પતિને અઠવાડિયા બાદ રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

વધુ વાંચો