છેડતીના ગુનાના આરોપીએ પત્ની સાસરેથી જતી રહી છે અને સહેલીને ત્યાં રહે છે તેના ખાવા-પીવાની ચિંતા છે એમ કહીને 30 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા, કોર્ટેમાં પોલીસે રજૂ કરેલાં રિપોર્ટમાં જણાવાયું કે, આરોપીની પત્ની તેની સહેલીને ત્યાં સારી રીતે રહે છે, જમે છે અને ફરે પણ છે. કોર્ટે પોલીસ રિપોર્ટ અને એપીપીની દલીલોના આધારે આરોપીની જામીન અરજી નામંજૂર કરી હતી.
સલાબતપુરા પોલીસ મથકમાં નોંધાયેલાં ગુનામાં આરોપી વાજીદ મલેકની ધરપકડ થઈ હતી. આરોપીએ પ્રેમલગ્ન કર્યા હોય જેલમાં ગયા બાદ સાસરીમાં પત્નીનો ઝઘડો માતા-પિતા સાથે થતાં ઘર છોડીને પોતાની સહેલીને ત્યાં રહેવા જતી રહી હતી. આથી આરોપીએ અરજી કરીને 30 દિવસના વચગાળાના જામીન માગ્યા હતા.
પત્ની પાસે રહેવા માટે ઘર નથી: આરોપી
પતિએ કોર્ટમાં કરેલી વચગાળાની જામીન અરજીમાં જણાવ્યું કે, પત્નીના રહેવા માટે ઘર નથી. ભરણપોષણ માટે વ્યવસ્થા નથી. પત્ની તેના માતા-પિતાને ત્યાં જઈ શકે તેમ નથી. પત્ની પરદાનશીન હોય બહાર નિકળી શકે તેમ નથી તે જાતે રહેવા કે ભરણપોષણની વ્યવસ્થા કરી શકે તેમ નથી.
પોલીસ રિપોર્ટમાં શું હતું
પોલીસ રિપોર્ટમાં જણાવાયું કે, અરજદારની પત્ની તેણીની સહેલીના ઘરે ખાવા-પીવા, રહેવા તથા કપડાલત્તા વગેરેની સુવિધા ભોગવે છે. પત્નીની માતાનું નિવેદન જોતા તે કહે છે કે તેની મરજીથી સહેલીને ત્યાં રહેવા ગઇ છે. એટલે જામીન અપાય નહીં.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.