સ્ત્રી અત્યાચાર:સુરતમાં પત્ની સાથે પતિએ મારઝૂડ કરી 5 લાખના દહેજની માગ કરી, કેનેડા જઈ બીજા લગ્ન કરી લેવાની ધમકી આપતા ફરિયાદ

સુરત22 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • પરિણીતાની મોટી બહેનના લગ્નમાં ઝઘડો કરી મૂકીને સસારિયાંઓ જતા રહ્યા

સુરતના રામપુરા વિસ્તારમાં પિતા સાથે રહેતી પરિણાતાએ પતિ સહિત સાસરિયાં સામે મારઝૂડ અને દહેજની માગ કરી શારીરિક અને માનસિક ત્રાસની ફરિયાદ નોંધાવી છે. પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે. પતિ સતત મારઝૂડ કરતો અને 5 લાખ રૂપિયાના દહેજની માગ કરી હતી. દરમિયાન કેનેડ જઈને બીજા લગ્ન કરી લેવાની ધમકી પણ આપી હતી.

પરિણીતાને ઘરમાં રૂમ પણ ન આપી
રામપુરા વિસ્તારમાં રહેતી શકિના(નામ બદલ્યું છે)ના 2019માં સુફીયાન શેખ સાથે થયા હતા. લગ્નના ચાર મહિના સારી રીતે રાખી હતી. ત્યારબાદ સાસરીમાં મોટું મકાન હોવા છતા રહેવા માટે રૂમ આપી ન હતી અને ગ્રાઉન્ડ ફ્લોર પર એક ખુણામાં જ ભાગ પાડીને પડદો લગાવીને રૂમ બનાવી આપી હતી. જેથી પતિ પત્ની જે કઈ કરે તે સાસુ સાંભળતા અને ગાળી ગલોચ કરી ઝઘડો કરતા હતા.

પતિએ મોબાઈલ ફોન પણ હેક કરી લીધો હતો
ફરિયાદમાં વધુમાં જણાવ્યું છે કે, સાસુ સતત મહેણા-ટોણા મારતા હતા. આ અંગે પતિને જાણ કરતા કહ્યું હતું કે, મારી મા જેમ કહે તેમ તારે કરવાનું, તારે અહીંયા રહેવું હોય તો બધું સહન કરવું પડશે. પતિએ મોબાઈલ ફોન પણ હેક કરી લીધો હતો. જેથી માતા સાથે વાત કરે તે સાંભળતો અને ઝઘડો કરી મારઝૂડ કરતો હતો.

છૂટાછેટા આપી દેવાની ધમકી આપી
સાસરિયામાંથી સાસુ, સસરા, જેઠ કહેતા હતા કે, તું દહેજમાં કઈ લાવી નથી એટલે 5 લાખ રૂપિયા લઈને આવ પછી તને સારી રીતે રાખીશું. જોકે, દહેજ લાવવાની ના કહેતા ઉશ્કેરાઈને વધુ શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 5 ડિસેમ્બર 2020ના રોજ પરિણીતાની મોટી બહેનના લગ્નમાં સાસરિયાઓએ જાહેરમાં ઝઘડો કરી મૂકીને જતા રહ્યા હતા અને કહ્યું હતું કે, તમારી પુત્રીને રાખવી નથી તમારાથી થાય તે કરી લો, તેને હું છૂટાછેટા આપી દઈશ. દરમિયાન પતિએ કેનેડા જઈને બીજા લગ્ન કરી લેવાની ધમકી આપતા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.