તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ડિંડોલીમાં નાની બહેને મોટી બહેનનો સંસાર ભાંગી નાખ્યો હતો. બહેનની ડિલિવરી માટે નાની બહેન મદદ માટે આવ્યા બાદ બનેવી સાથે લપેટાઈ ગઈ હતી. નાની બહેને તેના બનેવી સાથે મળીને સગી બહેનને સંતાનો સાથે ઘરમાંથી કાઢી મુકી હતી.
પહેલા પુત્રના જન્મ બાદ દહેજ ઓછું લાગવા બાબતે પતિ ત્રાસ આપતો
ડિંડોલીમાં રહેતી 30 વર્ષિય અંજના(નામ બદલ્યું છે)ના લગ્ન 2017માં આરોપી રોશનસિંહ( નામ બદલ્યું છે) સાથે થયા હતા. લગ્નના સમયે પિતાએ રોકડા બે લાખ અને ત્રણ લાખના સોનાના ઘરેણાં આપ્યા હતા. સંતાનમાં બે દીકરાઓ છે. પહેલા દીકરાના લગ્ન પછી રોશનસિંહ દહેજ માટે અંજનાને ત્રાસ આપતો. અંજનાની બહેન સોનાલી( નામ બદલ્યું છે) એકાદ વખત તેના ઘરે આવી બાદ રોશનસિંગનો સ્વભાવ બદલાઈ ગયો હતો. અંજનાની બીજી ડિલેવરી સમયે સોનાલી મદદ માટે આવી હતી. જેમાં રોશનસિંહ સાળીમાં મોહી ગયો હતો. ગત 22 નવેમ્બરે રોશનસિંહ અને સોનાલીએ અંજના સાથે ઝઘડો કરીને બંને બાળકો સાથે અંજનાને ઘરમાંથી કાઢી મુકી હતી. સોનાલીએ સગી બહેનને ધમકી આપી હતી કે, તુ હવે આ ઘરમાં આવતી નહીં, જો આવશે તો તારા હાથ-પગ તોડી નાખીશ. અંજનાએ ડિંડોલી પોલીસમાં બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.
છૂટાછેડા પહેલા બનેવી સાથે લગ્ન કરી લીધા
સોનાલીએ તેની બહેનને ઘરમાંથી કાઢી મુકી તે પહેલા બનેવી રોશનસિંહ સાથે કોર્ટમાં ગેરકાયદેસર રીતે લગ્ન કરી લીધા હતા. રોશનસિંહે પત્ની સાથે છૂટાછેડા થયા ન હતા છતા તેને સાળી સાથે લગ્ન કરી લીધા હતા. વચ્ચે બંને જણા એકાદ મહિના માટે સુરતથી ભાગી જઈ મુંબઈમાં રોકાયા હતા.
દમણ ફરવા ગયા બાદ જીજાજી અને સાળી વચ્ચે સંપર્ક વધ્યો
પ્રથમ એનિવર્સરી ઉજવવા માટે પ્રિતી અને પ્રદિપ સાળી અસ્મિતા (નામ બદલ્યું છે) સાથે દમણ ફરવા ગયા હતા. જ્યાં પ્રદિપ અને અસ્મિતાએ એકબીજાના મોબાઈલ નંબરની આપ લે કરી હતી. ત્યારબાદ મોબાઈલ પર વાતચિત કરતા હતા. પ્રિતીને એમ હતું કે, સાળી તરીકે વાતચિત કરે છે. ત્યારબાદ પ્રદિપનો સ્વભાવ બદલાઈ ગયો હતો અને ખૂબ જ હેરાન કરવાનું શરૂ કર્યું હતું.
નાનીબહેન મોટીબહેનના જ પતિ સાથે રહેવા લાગી
બીજા પુત્રના જન્મ સમયે બેડ રેસ્ટ લેવાનો હોવાથી મદદ માટે બહેન અસ્મિતા આવી હતી. ત્યારબાદ પ્રદિપ અને અસ્મિતા એક સાથે મળી પ્રિતી સાથે ઝઘડો કરતા હતા. પતિ કહેતો હતો કે, હું તારાથી કંટાળી ગયો છું અને તું મને ગમતી નથી, તું મને છૂટાછેડા આપી દે. તું દહેજ ઓછું લાવી છે કહી મારઝૂડ કરતો હતો. બહેન અસ્મિતા પણ પ્રદિપ સાથે રહેવા લાગી હતી.
પતિએ સાળી સાથે મળી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી
ગત 22 નવેમ્બરના રોજ પ્રદિપ અને આસ્મિતાએ ખોટી તકરાર કરી બંને પુત્રો સાથે અસ્મિતાને પહેરેલે કપડે ઘરમાંથી કાઢી મૂકી હતી. બહેને ધમકી આપી હતી કે, તું હવે આ ઘરમાં આવતી નહીં અને આવશે તો તારા હાથ પગ તોડી નાખીશું. જેથી મોટી બહેન અને બનેવીને ફોન કરી બોલાવ્યા હતા. ત્યારબાદ પતિ અને બહેન સામે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.