સુરતમાં આત્મહત્યા:સિટીલાઇટના મહાવીર એપાર્ટમેન્ટમાં ઇજનેર​​​​​​ પતિએ કામવાળી રાખવાની ના પાડતાં પત્ની ચોથે માળેથી કૂદી ગઈ

સુરત4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઇજનેર પતિ સાથે ઝઘડા બાદ પત્ની ચોથા માળેથી કુદી

સિટીલાઈટમાં બે મહિનાની પુત્રી હેરાન કરતી હોવાથી કામવાળી રાખવા બાબતે પતિ સાથે અવાર નવાર ઝઘડા બાદ પત્નીએ એપાર્ટમેન્ટના ચોથા માળે ટેરેસ પરથી પડતું મુકી જીવન ટુંકાવી લીધું હતું. પોલીસ તપાસમાં પતિ પત્ની વચ્ચે કામવાળી રાખવા બાબતે થતા ઝઘડામાં આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે.

સિટીલાઈટ ગાયત્રી મંદિર પાસે મહાવીર એપાર્ટમેન્ટમાં રહેતા એન્જિનિયર અંકુર પટેલ ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેમને સંતાનમાં 2 માસની પુત્રી છે. હાલમાં પુત્રી હેરાન કરતી હોવાથી અંકુરના પત્ની સોનમ ઘરકામ માટે કામવાળી રાખવા અવાર નવાર અંકુરને કહેતી હતી. જોકે અંકુર કામવાળી રાખતા ન હોવાથી તે બાબતે પતિ પત્ની વચ્ચે અવાર નવાર ઝઘડો થતો હતો. દરમિયાન મંગળવારે બપોરે સોનમે એપાર્ટમેન્ટના ચોથા માળે ટેરેસ પરથી પડતું મુક્યું હતું.

ચોથા માળેથી પટકાતા ગંભીર રીતે ઘવાયેલા સોનમબેનને તાત્કાલિક સારવાર માટે તેમના ભાઈ અમિત ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવની જાણ થતા ખટોદરા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં પ્રાથમિક તપાસમાં કામવાળી રાખવા બાબતે પતિ પત્ની વચ્ચે થતા ઝઘડાના કારણે સોનમબેને આપઘાતનું પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે. બનાવ સંદર્ભે ખટોદરા પોલીસે અકસ્માત મોતની નોંધ કરી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...