સુરતી માતાનો સંઘર્ષ:લોકો ‘પૈસા નથી તો કેમ ભણાવો છો?’ આવાં મહેણાં મારતા છતાં માએ પુત્રીને ભણાવી, આજે સફળ ફિઝિયોથેરપિસ્ટ છે

સુરત8 મહિનો પહેલાલેખક: ખ્યાતિ માણિક
  • કૉપી લિંક
ડૉ.આફરીન જસાની અવાડિયાની તસવીર - Divya Bhaskar
ડૉ.આફરીન જસાની અવાડિયાની તસવીર
  • સિંગલ મધરે સમાજની અનેક સતામણી સામે ઝૂકવાનો ઈનકાર કરીને દીકરીને ઉચ્ચ શિક્ષણ અપાવ્યું, દીકરી આજે ત્રણ ક્લિનીક ચલાવે છે

આજે સુરત શહેરમાં ત્રણ ફિઝિયોથેરપિ સેન્ટર ચલાવતા ડૉ.આફરીન જસાની અવાડિયા ધીરજ, લગન અને સંઘર્ષ થકી સફળતા મેળવી શક્યાં છે. તેઓ ઘરની નાણાંકીય પરિસ્થિતિ સારી ન હોવા છતા ડોક્ટર બન્યાં છે. માત્ર ત્રણ વર્ષની ઉંમરમાં જ માતા-પિતા અલગ થવાથી માતાએ જ ત્રણ ભાઈ-બહેનોને ભણાવી મોટા કર્યા. હાલં કોવિડમાં ડૉ.આફરીન આઈસોલેશન સેન્ટરમાં વિનામૂલ્યે સેવા આપે છે અને ત્રણ યુવતીઓને સ્વખર્ચે ભણાવે છે.

ડો. આફરીને જણાવ્યું હતું કે અમારી પહેલા એક દુકાન હતી. પરંતુ મોટા ભાઈને વિદેશ મોકલવા માટે મમ્મીએ ઘર અને દુકાન વેચી દીધા હતા. ભાઈ વિદેશ ગયા પછી અમને આર્થિક રીતે કોઈ મદદ કરી શક્યો નહિ. મારી માતાએ મારા ભણતર માટે ઘણી જગ્યાએ લોન માંગી. બેંકમાંથી પણ લોન મળી નહિં. સમાજમાંથી પણ કોઈ લોન આપવા તૈયાર થતું નહિ. તેથી મમ્મી એક શાળાની કેન્ટીનમાં કામ કરતા તથા ઘરે સીવણકામ કરતા. હું પણ મમ્મીને કેન્ટીનમાં મદદ કરતી. વાંચવા માટે વહેલા ઊઠતી હતી. ઘણાં લોકો તો મારી માતાને કહેતાં કે પૈસા નથી તો શું કામ દીકરીને ભણાવો છો. ભણીને કંઈ નહિં થાય. મારી માતા દરેકને કહેતી કે તમે મદદ નહીં કરો તો ચાલશે પણ હું મારી દીકરીને તો ભણાવીશ જ.’

પહેલેથી ભણવાનું લક્ષ્ય હતું. માતાએ કોઈનું પણ સાંભળ્યા વગર મને ભણાવી. અભ્યાસના ખર્ચ માટે મેં મોડેલિંગ પણ કર્યું. એ સમયે છોકરીઓ મોડેલિંગ કરે એ ખરાબ ગણાતું. નોકરી સાથે MBBS શક્ય નહોતું એટલે મેં ફિઝિયોનું ભણવાનું શરૂ કર્યું. હું યુનિવર્સિટી ટોપર હતી. ભણવાનું પૂર્ણ કર્યું અને પોતાનું જ ક્લિનિક શરૂ કર્યું.

અન્ય સમાચારો પણ છે...