પાલિકા કમિ.ને પત્ર:વરાછા ચોપાટી ગાર્ડન રિ-ડેવલપ કરવા વિચાર કેમ કરાતો નથી?

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભેસ્તાનના ગાર્ડનને કરોડોના ખર્ચે રિ-ડેવલપ કરવાની વાતથી પૂર્વ મંત્રી કાનાણીએ પાલિકા કમિ.ને પત્ર લખ્યો

તાજેતરમાં તૂટેલા રસ્તા સંદર્ભે વરાછાના નગરસેવકો અને અધિકારીઓની કામગીરી સામે સવાલો ઉઠાવનાર પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હવે ભેસ્તાન લેકગાર્ડન રી-ડેવલપમેન્ટ પાછળ થનારા 3 કરોડના ખર્ચ સામે પ્રશ્નો ઉભા કરીને વરાછા ચોપાટી ગાર્ડનને પણ રી-ડેવલપ કરી સર્વાંગી વિકાસ કરવાની માંગણી સાથે મ્યુ.કમિશનર બંછાનિધીપાનીને પત્ર લખ્યો છે. કુમાર કાનાણીએ માંગણી કરી છે કે, પાલિકા દ્વારા ભેસ્તાન ખાતે 11 વર્ષ પહેલા તૈયાર કરાયેલા લેક ગાર્ડનને કરોડો રૂપિયાના ખર્ચે રી-ડેવલપ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પરંતુ આ લેકગાર્ડન 11 વર્ષમાં જ રી-ડેવલપ કરવાની નોબત શા માટે આવી? પાલિકાના ગાર્ડન હોઇ કે મિલકત હોય. તેની જાળવણી અને સમારકામ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરીએ છીએ, તો પછી આ લેક ગાર્ડનની હાલત આવી કેમ થઇ ગઇ કે 3 કરોડનો ખર્ચ રી-ડેવલપ માટે કરવો પડે. ધારાસભ્ય કુમાર કાનાણીએ જણાવ્યું કે, હું હંમેશા સક્રિય જ રહ્યો છું. હવે હું મંત્રી રહ્યો નથી. ધારાસભ્ય તરીકે મારે જે મુદ્દાઓ ઉઠાવવાના હોય છે. તેને લઈને હું લેખિતમાં રજૂઆત કરી રહ્યો છું.

અન્ય સમાચારો પણ છે...