હુમલો:'તું તારી સાસુ ને ફોન કરીને મોટી ભાભી વિશે કેમ ચડામણી કરે છે' કહી સુરતમાં યુવકે પરિણીતા પર હુમલો કર્યો

સુરત2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પરિણીતાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે - Divya Bhaskar
પરિણીતાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે
  • છાપરા ભાઠ્ઠામાં યુવકે હુમલો કરતાં પોલીસે ફરિયાદ નોધી

સુરતના છાપરા ભાઠ્ઠા ખાતે 'તું તારી સાસુ ને ફોન કરીને મોટી ભાભી વિશે કેમ ચડામણી કરે છે' તેમ કહી પરિણીતાને ઘરમાં ઘૂસી યુવકે સળિયા વડે માર માર્યો હતો. આ મામલે પરિણીતાની ફરિયાદના આધારે અમરોલી પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.

સળિયો લઈને ઘરે આવ્યો
અમરોલી પોલીસે જણાવ્યું હતું કે, છાપરા ભાઠ્ઠા કાર્તિક નગરની બાજુમાં ઈન્દ્રપ્રસ્થ સોસાયટીમાં રહેતી મહિલાએ તેના કૌટુંબિક અમરેશ ઉપેન્દ્રરાય સામે અમરોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપતા જણાવ્યું હતું કે, 13 નવેમ્બરના રોજ રાત્રે પોતે પોતાના ઘરે હાજર હતી. તે દરમિયાન અમરેશ રાય લોખંડનો સળિયો લઈ તેમના ઘરેઆવી પહોંચ્યો હતો.

ઉશ્કેરાઈને હુમલો કર્યો
'તું તારી સાસુ ને ફોન કરી ને મોટી ભાભી વિશે કેમ ચડામણી કરે છે' તેમ કહી ગાળો આપી હતી. જેથી મહિલાએ અમરિશને ગાળો આપવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને પોતાની પાસેના સળીયાથી મહિલાને કમરના ભાગે મારી ઇજા પહોંચાડી હતી. આ અંગે પ્રિયંકાબેનએ અમરોલી પોલીસ સ્ટેશનમાં અમરેશ વિરૂધ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.