તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ભાસ્કર સ્ટિંગ ફોલોઅપ:અમૃતમ હોસ્પિટલના 2 તબીબને આરોપીઓ કેમ ન બનાવ્યા: કોર્ટ

સુરત3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટોસિલિઝુમેબ કાળાબજારમાં કોર્ટે પોલીસનોે જવાબ માંગ્યો
  • ડૉ. સંજયે માતા માટે મંગાવેલું ઇન્જેક્શન ઊંચી કિંમતે વેચાયું હતું

‘ દિવ્ય ભાસ્કર ’ના સ્ટિંગ ઓપરેશનમાં બહાર આવેલાં ટોસિલિઝુમેેબ ઇન્જેકશનના કાળાબજાર પ્રકરણમાં એક તરફ 8 આરોપીઓની ધરપકડ થઈ છે અને કૌભાંડી સમગ્ર લિંકમાં છટકી ગયેલાં કેટલાંક ડોકટરોને શા માટે આરોપી તરીકે જોડયા નથી એવો સવાલ કરતો પત્ર કોર્ટએ પોલીસને કર્યો છે. કોર્ટે અમૃતમ હોસ્પિટલના ડો. શૈલેષ લાડુમોર અને જીગ્નેશ લાડુમોરને આરોપી તરીકે ન જોડવાના કારણ પોલીસ પાસે માંગ્યા છે. હવે પોલીસ કેવો જવાબ આપે છે તેના આધારે બંને ડોકટરો સામેની આગામી કાનૂની કાર્યવાહીની દિશા નક્કી થશે.

સમગ્ર પ્રકરણ છતું થયું તેમાં અમૃતમ હોસ્પિટલના ડોકટરોની પણ ભૂમિકા સામે આવી હતી. જેમાં મેડિકલ ઓફિસર શૈલેષ વાળા સામે ગુનો દાખલ થયો હતો. આ હોસ્પિટલમાં બીજો એક કિસ્સો પણ બન્યો હતો જે તપાસમાં પણ બહાર આવતા કોર્ટે તેની નોંધ લીધી હતી. ડો. શૈૈલેષ લાડુમોરના માતાની તબિયત ખરાબ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. હોસ્પિટલના અન્ય ડોકટર જીગ્નેશ લાડુમોરે જે તે સમયે ફોન કરીને સંજય લાડુમોરને માતાની તબિયતથી માહિતગાર કર્યા હતા અને કહ્યુ હતુ કે કદાચ ટોલિસિઝુમેબ ઇન્જેકશનની જરૂર પડશે.

ડો. સંજય તે સમયે અમદાવાદ હોય તેઓએ આ ઇન્જેકશનની વ્યવસ્થા કરવા માટે હોસ્પિટલના મેડિકલ ઓફિસર શૈલેષ વાળાને કહ્યું હતુ. બાદમાં આ ઇન્જેકશન લેકવ્યુ મેડિકલ હોસ્પિટલ પરથી લેવામાં આવ્યુ હતુ. જો કે, જોગાનુજોગ માતાને આ ઇન્જેકશનની જરૂરી પડી નહતી. સમગ્ર કેસમાં કોર્ટને બંને ડોકટરોની ભૂમિકા અંગે પણ એક રીતે પોલીસને સવાલ કર્યા હતા.

કેસમાં સામે આવેલાં કેટલાંક મુદ્દા
ડો. સંજય અમદાવાદ કેમ હતા:
તપાસમાં બહાર આવ્યુ હતુ કે જ્યારે જીગ્નેશ લાડુમોરે ફોન કર્યો ત્યારે સંજય લાડુમોર અમદાવાદ હતા. પોલીસ તપાસમાં બહાર આવ્યું હતંુ કે તેઓ પત્નીની કોઇ એકઝામ અપાવવા માટે અમદાવાદ ગયા હતા.

સવાલ: કોરોનાના સમયગાળામાં એવી કંઇ એકઝામ હતી, જે અમદાવાદ આપવા જવું પડયુ. પોલીસે સંજય લાડુમોરના સ્ટેટમેન્ટની ખરાઈ કરી કે કેમ. કોર્ટે પણ આ મુદ્દાને ધ્યાને લીધો હતો.

હેન્ડરાઇટિંગ એક્સપર્ટનો અભિપ્રાય:
તપાસમાં સામે આવ્યું કે જે પ્રિસ્ક્રિપ્શનથી ઇન્જેકશન લેવાયુ તે શૈલેષ વાળાએ લખ્યું હતંુ. તેના આધારે મેડિકલ સ્ટોર પરથી ઇન્જેકશન લેવાયુ.

સવાલ:પ્રિસ્ક્રિપ્શન પર જે હસ્તાક્ષર છે તે મેડિકલ ઓફિસર શૈલેષના જ છે એની તપાસ કેમ ન થઇ. જે તે સમયે હોસ્પિટલનું કહેવું હતંુ કે લેટર પેડનો દુરુપયોગ થયો છે. બની શકે આ અક્ષર અન્યના હોય. ડો. સંજય તેમજ જીગ્નેશના અનેે પ્રિસ્ક્રિપ્શનના હેન્ડલ રાયોટિંગ કેમ ન સરખાવાયા.

મહિના સુધી ઇન્જેકશન પરત ન કરાયુ:
માતા માટે ચોથી એપ્રિલના રોજ ઇન્જેક્શન લેવાયુ હતુ. પછી તેમને જરૂરી ન પડતાં તે રાખી મૂકાયુ, આ કેસની ફરિયાદ આઠમી મેના રોજ થઇ. આટલો સમય ઇન્જેકશન રાખી મૂકવાનું કારણ શું.

સવાલ : ઇન્જેકશન પરત મેડિકલ સ્ટોર્સમાં કેમ ન આપવામાં આવ્યુ. બાદમાં આ ઇન્જેક્શન ઉંચી કિંમતે વેચી દેવાયુ હતુ.

પોલીસે ડોકટરોના નિવેદન લીધાં
કોર્ટના સવાલ બાદ આ કેસમાં તપાસ અધિકારીએ બંને ડોકટરના નિવેદન લીધા હતા અને હવે આ નિવેદનના આધારે રિપોર્ટ તૈયાર કરી કોર્ટમાં સબમિટ કરાશે.

અન્ય સમાચારો પણ છે...