તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતને પાટીદારોનો ગઢ મનાય છે, તેમાં પણ વરાછા અને કતારગામ વિસ્તારમાં પાટીદારોનું પ્રભુત્વ વધુ છે. આ વિસ્તારોમાં પાટીદાર અનામત આંદોલન બાદ ભાજપના કાંગરા ખેરવીને પાટીદારોએ પંજાનો હાથ પકડીને લગભગ ગત વિધાનસભાની ચૂંટણી કોંગ્રેસના આ વિસ્તારમાંથી 25 જેટલા કાઉન્સિલર વિજયી થયા હતાં. જો કે આ વખતે પણ કોંગ્રેસના સાથમાં જ પાટીદારો રહ્યાં હતાં. પાસને વાયદા પ્રમાણે ટિકિટ ન અપાતા પાસના કન્વિનર ધાર્મિક માલવિયાએ વાજતે ગાજતે ઉમેદવારી ફોર્મ ભરવા ગયા બાદ કોંગ્રેસના મેન્ડેટ પર ઉમેદવારી નોંધાવ્યા વગર જ પંજાને લાત મારીને લીલા તોરણે પાછા ફર્યા હતાં. જેથી વરાછા કતારગામ અને પાટીદાર પ્રભુત્વ ધરાવતા વિસ્તારમાં કોંગ્રેસને લાભા ન મળે તો પાટીદારોને આકર્ષવા માટે ભાજપ અને નવો ઉભરી રહેલા આમ આદમી પાર્ટીને તેનો સીધો લાભ મળે તેવી શક્યતા સેવવામાં આવી રહી છે.ત્યારે ગુજરાતની રાજનીતિ ઉપર એક સમયે અકબંધ પ્રભાવ ધરાવતા પાટીદારનો કેટલોક ભાગ હવે ભાજપમાંથી GPP, કોંગ્રેસ અને હવે AAPમા જશે તેવી અટકળો શરૂ થઈ છે.
ભાજપ અને આપ પાટીદારોને ખેંચવા પ્રયાસ કરી શકે છે
આમ આદમી પાર્ટીએ ગુજરાતના રાજકારણમાં સત્તાવાર રીતે પ્રવેશ કરી લીધો છે .એવા સમયે જ્યાંથી પણ સમર્થન મળે ત્યાંથી પોતાના તરફેણમાં મતદારોને કરવાનો સંપૂર્ણ પ્રયાસ તેમના દ્વારા કરવામાં આવી રહ્યો છે. હાલમાં જે રીતે ઉમેદવારોની પસંદગીને લઈને પાસ આંદોલનના કન્વિનરોએ જે રોષ કોંગ્રેસ પાર્ટીની વિરોધ વ્યક્ત કર્યો છે તેનો લાભ લેવાનો પ્રયાસ આપ પાર્ટી ચોક્કસ મળી શકે છે. બીજી તરફ રાજકારણમાં હંમેશા કોઈ શત્રુ નથી હોતા એ રાહ પર જઈને ભાજપ ફરીથી પાસ આંદોલન સાથે જોડાયેલા મોટી સંખ્યામાં યુવા કાર્યકર્તાઓને પોતાની તરફ આકર્ષવાનો પ્રયાસ કરી શકે છે.
ગત ચૂંટણીમાં 25 કોંગ્રેસી કાઉન્સિલર વિજયી થયેલા
ગત મહાનગરપાલિકાના ઇલેક્શનમાં કોંગ્રેસ પાર્ટીએ 36 ઉમેદવારોનો વિજય નોંધાવ્યો હતો. રાજકીય વિશ્લેષણ ની રીતે જોઈએ તો 25 કરતા વધુ કોર્પોરેટરો પાટીદાર સમાજ કે પાટીદાર મતદારો વધુ ધરાવતા વિસ્તારમાંથી વિજય થયા હતાં. તેની પાછળનું સૌથી મોટું કારણ પાસ આંદોલન હતું, એ સર્વિદિત છે.જે વિસ્તારમાં અનામત આંદોલન વધુ ઉગ્ર રીતે ચલાવવામાં આવ્યું હતું, તે વિસ્તારના મતદારો કોંગ્રેસ તરફ વળ્યા હતાં. કોંગ્રેસમાં એવા કોઈ મોટા ચહેરા ન હોવા છતાં અને સંગઠન નબળું હોવા છતાં તેઓ 36 જેટલી બેઠકો મેળવવામાં સફળ રહ્યા હતાં. જો આ વખતે પાટીદારો કોંગ્રેસથી વિમુખ થાય તો કોંગ્રેસને 30 કરતાં પણ વધુ કોર્પોરેટરોને વિજય આપવામાં સફળતા મળશે કે કેમ તે પ્રશ્નાર્થ છે?
આમ આદમીને પાલિકામાં પ્રવેશ મળી શકે છે
પાટીદાર સમાજના કોંગ્રેસ પ્રત્યે અભિમુખ વલણને કારણે જો આમ આદમી પાર્ટી પાટીદાર વસ્તીવાળા વિસ્તારમાં કોંગ્રેસ ના મતદારોમાં ગાબડું પાડીને પોતાના તરફેણમાં મત લાવવામાં સફળ થાય તો આપને ધાર્યા કરતાં વધુ સફળતા મળી શકે એમ છે. જો એવું થાય તોઆમ આદમીની પાર્ટીનો સુરત મહાનગરપાલિકામાં પ્રવેશ શક્ય બની શકે છે.
ભાજપ સાથે પાટીદારો ભળે તો કોંગ્રેસનું વધુ ધોવાણ થાય
ભાજપ ફરીથી પાટીદાર મતદારોના વિસ્તારમાં માઈક્રો લેવલ ઉપર જો કામ કરે તો ગત કોર્પોરેશનની ચૂંટણીમાં જે નુકસાન થયું હતું તેને સરભર કરવાનો સરભર કરવાની એક સારી તક મેળવી શકે છે ભાજપ આવી કોઈ પણ મોટી તક છોડે એમ નથી.હાલ મહાનગરપાલિકાના રાજકીય પક્ષ ને લઈને પાટીદાર સમાજના વલણને જોતા પાટીદાર સમાજના મતદારો કોંગ્રેસ પક્ષની તરફેણમાં ન જાય તો આપ કે ભાજપ તરફ જશે તે જોવું ખૂબ જ રસપ્રદ બની રહેશે
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.