• Gujarati News
  • Local
  • Gujarat
  • Surat
  • Congress Leaders Who Went To Make The Bandh Announcement Successful Were 'bandhed' By The Police, Traders Were Given Roses And Appealed To Join The Bandh.

સુરતમાં બંધના એલાનને મિશ્ર પ્રતિસાદ:બંધના એલાનને સફળ બનાવવા ગયેલા કોંગ્રેસના નેતાઓને પોલીસે કરી દીધા 'બંધ', વેપારીઓને ગુલાબ આપી બંધમાં જોડાવા અપીલ કરી

સુરત18 દિવસ પહેલા
  • કૉપી લિંક
ગુલાબ લઇ બંધ કરાવવા ગયેલા કોંગી નેતા અસલમ સાયકલવાળાની પોલીસે અટકાયત કરી. - Divya Bhaskar
ગુલાબ લઇ બંધ કરાવવા ગયેલા કોંગી નેતા અસલમ સાયકલવાળાની પોલીસે અટકાયત કરી.
  • કોંગી કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કરી ભાજપ અને પોલીસ વિરોધી સુત્રોચાર

મોંઘવારી અને બેરોજગારી મામલે કોંગ્રેસ હવે આક્રમક વલણ અપનાવી સામે આવી રહી છે. આજે (શનિવાર) મોંઘવારી અને બેરોજગારી મુદ્દે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપ્યું છે. એલાનના પગલે સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્બારા વિરોધ પ્રદર્શન કરાય રહ્યું છે ત્યારે સુરતમાં પણ જુદા જુદા વિસ્તારોમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો દ્બારા બંધનું પાલન કરવા જતા પોલીસ દ્બારા અટકાયત કરાઈ હતી. જ્યારે વેપારીઓને ગુલાબ આપી બંધમાં જોડાવા કોંગ્રેસે અપીલ કરી હતી.

કોંગીઓ માર્કેટો અને દુકાનો બંધ કરાવા નીકળ્યા
મોંઘવારી અને બેરોજગારી સામે કોંગ્રેસ દ્વારા આજે ગુજરાતમાં વેપાર રોજગાર બંધ રાખવા એલાન કર્યું હતું. કોંગ્રેસના બંધના એલાનને લઇ સુરતમાં સવારથી કોંગ્રેસ નેતાઓ જુદા જુદા વિસ્તારમાં માર્કેટો અને દુકાનો બંધ કરાવા નીકળ્યા હતા. કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ દ્વારા માર્કેટમાં વેપારી અને શ્રમિકોને પ્રજાહિત માટે સાંકેતિક ગુજરાત બંધમાં સહકાર આપવા વિનંતી કરાઈ હતી. તમામને ગુલાબના ફૂલ આપીને બંધમાં સહકાર આપવા અપીલ કરવામાં આવી હતી.

બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસીઓની અટકાયત
કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા બંધના એલાનને સફળ બનાવવા સુરતના જુદા જુદા વિસ્તારોમાં કોંગી નેતાઓ અને કાર્યકરો રસ્તા પર ઉતાર્યા હતા. સુરતના સરથાણા, કાપોદ્રા, પુણા, યોગી ચોક, વરાછા, રિંગરોડ સહીતના વિસ્તારોમાં માર્કેટો અને દુકાનોને બંધના એલાનમાં સહકાર આપવા રસ્તા પર ઉતાર્યા હતા. દરમિયાન સુરત પોલીસ દ્વારા તમામ કાર્યકરો અને નેતાઓની અટકાયત કરી લેવાઈ હતી. સુરતના રિંગરોડ ખાતે ટેક્સ્ટાઇલ માર્કેટ બંધ કરાવા નીકળેલા કોંગ્રેસ નેતા અસ્લમ સાયકલવાળા સહીત કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી. તો બીજી તરફ સરથાણા, યોગી ચોક, પુણા, વરાછા વિસ્તારોમાં બંધ કરવા નીકળેલા કોંગ્રેસના નેતાઓની સરથાણા, કાપોદ્રા, વરાછા પોલીસ દ્વારા અટકાયત કરી લેવાઈ હતી.કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણી,સુરેશ સુહાગીયા, અશોક અધેવાડા સહીત કેતન વાણિયા, સુરેશભાઈ પડસાલા, રાજુ ભાલાળા, મેહુલ કરંજીયા સહિતના અનેક કાર્યકરોની અટકાયત કરી લેવાઈ હતી.

કોંગ્રેસ કાર્યકરો દ્વારા દુકાનો બંધ કરવવા પ્રયાસ કરાયો.
કોંગ્રેસ કાર્યકરો દ્વારા દુકાનો બંધ કરવવા પ્રયાસ કરાયો.

કોંગ્રેસ દ્વારા ભાજપ વિરોધી સુત્રોચાર કરાયા
ગુજરાત બંધના એલાને સફળ બનાવવા નીકળેલા કોંગ્રેસ નેતાઓની જાણકારી મળતા પોલીસ તમામની અટકાયત કરી લીધી હતી. દરમિયાન કોંગ્રેસ કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ સર્જાયું. અનેક જગ્યાઓ પરથી કોંગ્રેસ કાર્યકરોને પોલીસ દ્વારા ટીંગાટોળી કરી અટકાયત કરવી પડી છે. પોલીસની આ પ્રકારની અટકાય કરવાની કામગીરી સામે કાર્યકરો દ્વારા રોષ વ્યક્ત કરી ભાજપ અને પોલીસ વિરોધી સુત્રોચાર કરવામાં આવ્યા હતા.

પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ.
પોલીસ દ્વારા કોંગી કાર્યકરોની અટકાયત કરાઈ.

કોંગ્રેસના ભાજપ અને પોલીસ પર આક્ષેપ
કોંગ્રેસના આજે ગુજરાત બંધના એલાનને સમર્થન મેળવવા નીકળેલા કોંગ્રેસ નેતાની અટકાયત કરી લેવાયા બાદ કોંગ્રેસ નેતા નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકર્તાઓ યોગી ચોક વિસ્તારમાં સંપૂર્ણ બંધ કરાવતા હતા, ત્યારે વેપારીઓનો પણ ખુબ સારો પ્રતિસાદ મળતો હતો. સામેથી સહકાર આપી વેપારીઓ પોતાની દુકાનો બંધ કરતા હતા. પરંતુ ભાજપના ઇસારે પોલીસે આગળ કરી કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી છે.પોલીસ દ્વારા દુકાનદારોને કહેવામાં આવ્યું છે કે દુકાનો ચાલુ રાખજો નહીંતર તમને પણ હેરાન કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...